ગુજરાત :સૌરાષ્ટ્રમાં પહેલેથી જ પાણીની સમસ્યા હોય છે, અને ઉપરથી ઉનાળો કાઢવો અતિશય આકરો બની જતો હોય છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણીની સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે બીજી તરફ, મત માંગવા નીકળેલા ઉમેદવારો માત્ર ઠાલા વચન આપી જતા કનેસરા ગામના લોકો ગિન્નાયા હતા. તેમાં પણ રોષ સીધો જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા પર નીકળ્યો હતો. રાજકોટમાં પાણીને સમસ્યાને લઈને સ્થાનિકોએ કુંવરજી બાવળિયાને ઘેર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે. કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે વોટ માંગવા જસદણના કનેસરા ગામે ગયા હતા. ત્યારે ગામના લોકોએ પાણી મામલે બંને નેતાઓનો ઉઘડો લીધો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓની પાણીની સમસ્યા સાથે મતની વાત કરી
વીડિયોમાં કુંવરજીભાઈ દાદાગીરી કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કુંવરજીભાઈએ લોકોને કહ્યું કે ગઈ વખતે તમે મને 45થી 55 ટકા જ મત આપ્યા હતા. ત્યારે કેમ બધા ભેગા થઈને ન આવ્યા. હું પાણી પુરવઠાનો માણસ છું. કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું. ત્યારે ભરત બોઘરાએ પણ લોકોને સમજવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તમે સમજતા નથી. આખા રાજ્યમાંથી લોકો બાવળિયા સાહેબને મળવા માટે આવે છે અને લાઈનો લાગે છે. તમે સમજો. 


કુંવરજી બાવળીયાએ આ વીડિયો મામલે ખુલાસો આપતા કહ્યું કે, કનેસરા ગામે અમારી મીટિંગ પૂરી થયા પછી ગામની બહાર કેટલીક મહિલાઓ ઉભી હતી તેઓએ અમને પીવાના પાણીની સમસ્યા કહી. મહિલાઓએ ગ્રામ પંચાયતને લગતો પ્રશ્ન હતો તે અમારી સામે રજૂ થયો. સ્થાનિક સમસ્યાને કારણે પાણી એ વિસ્તારમાં મળતુ નહિ હોય. અમે બધાને સમજાવ્યા કે, આ પ્રશ્ન સ્થાનિક છે. આ હકીકતમાં ધમકી આપવાની કોઈ વાત નથી.