વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયાના રસુલાબાદ ગામે મહિલા સરપંચ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાના હોય જેથી આબરૂ ગુમાવવાના ડરથી મહિલા સરપંચના પતિએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવતા રસુલાબાદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂન 2017માં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામે સરપંચ તરીકે લોકોએ કોકીલાબેન બદવદભાઈ રોહિતને ગ્રામલોકોએ વિજય બનાવ્યા હતા. ત્યારબાદ વર્ષ દરમિયાન અંદરો-અંદરના જૂથવાદને કારણે છેલ્લા દસ દિવસથી કોકીલાબેન રોહિત વિરુધ પંચાયતનો સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની તજવીજ હાથ ધરી હતી. ગતરોજ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ચુકાદો આવવાનો હોય જેથી મહિલા સરપંચના પતિ બળવંતભાઈ રોહિત પોતાના સમાજમાં અને ગામમાં છેલ્લા ૨૦ વર્ષમાં કમાયેલી ઈજ્જત ના ડરે ગામના ખેતરમાં ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવતા ગામમાં અશાંતિ ભર્યો માહોલ સર્જાયો હતો. 


તાલુકા વિકાસ અધિકારી દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો એટલું જ નહીં મહિલા સરપંચ સભ્યો વિરુદ્ધ પોતે નીચી જાતિના હોય અને મહિલા હોય જેથી તેઓ અમોને વારંવાર હેરાન કરતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.