આશ્કા જાની/અમદાવાદ : AMCની ચૂંટણી લડેલા કોંગ્રેસના મહિલા ઉમેદવારે પોતાના જ સાસરીયાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. કવિતા યાદવે સાસરિયા વિરુદ્ધ દહેજની માગણીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી. કવિતા યાદવ ઠક્કરબાપા નગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. ફરિયાદમાં સાસુ, જેઠ, નણંદ સહિત 5 શખ્સો દ્વારા દહેજ માટે ટોર્ચર કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાઇ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી જિલ્લામાં પોલીસે કોંગ્રેસનાં સભ્યનું અપહરણ કર્યાના આરોપથી ચકચાર, Dy.SP એ તપાસના આદેશ આપ્યા


અમદાવાદ કોર્પોરેશનમાં ઠક્કરબાપા બોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવારી નોંધાવી ચૂકેલા કવિતા યાદવે તેમના સાસરીયા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માનસિક ત્રાસ શારીરિક ત્રાસ અને દહેજની માગણી કરવા મામલે ફરિયાદ નોંધાવી છે. નણંદ અને અને નણંદ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2016માં લવ મેરેજ કરીને કવિતા યાદવ અમદાવાદના બાપુનગરમાં પતિના ઘરે આવ્યા ત્યારથી શરૂ થયો ત્રાસ આપવાનો સિલસિલો યથાવત્ત છે. વારંવાર સાસરિયાઓ દ્વારા તેમને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. હજુ કવિતા પ્રથમ વખત પ્રેગનેન્ટ થતા અને ત્યારે ત્રણ માસના બાળકને તેમના પેટમાં જ સાસરિયાઓએ મારી નાખ્યો છતાં પણ કવિતા હિંમત ન હારી પરિસ્થિતિનો સામનો સાસરીમાં રહીને જ કરતી હતી. પરંતુ દહેજ ના લાવતા અંતે સાસરિયાઓએ કવિતા અને ઘરમાંથી કાઢી મૂકી કવિતાને પોતાના પતિ અને બાળક સાથે સસરાની બાપુનગરમાં આવેલી એક સ્કૂલમાં રહેવાનો વારો આવ્યો હતો. 


Gujarat Corona Update: 800 ને પાર પહોંચ્યો કોરોનાનો આંકડો, 2 ના મોત


સાસરિયાઓ દ્વારા કવિતાના બે વર્ષના બાળકને પણ મારવાનો પ્રયાસ કરતા કવિતા બાળકને તેના માતા-પિતા ત્યાં મુકી આવી છે. કવિતાએ સાસરિયાઓના ત્રાસથી ત્રાસીને બે દિવસ પહેલા આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તમામ પરિસ્થિતિ હારેલી કવિતા અંતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં જવાબદાર સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube