મુસ્તાક દલ/ જામનગર: જામનગરમાં (Jamnagar) કરૂણ ઘટના સામે આવી છે. જામનગરના ખંભાળિયામાં (Khambhalia) આજે એક વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં પડી જતા ત્રણ માસૂમ બાળકોના મોત (Children Death) નિપજ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ (Police) તેમજ ફાયરની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને ફાયરની ટીમ (Fire Team) દ્વારા ત્રણ બાળકોના મૃતદેહને (Corpses) બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર, જામનગરના (Jamnagar) ખંભાળિયામાં આવેલી એક વાડીમાં ખેતમજૂરી (Farm Labor) કરી પરપ્રાંતિય પરિવાર પોતાનું ગુજરાન ચાલાવી રહ્યું હતું. ત્યારે આજે સવારે અગમ્ય કારણોસર મહિલાએ તેના ત્રણ બાળકો (Child) સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. જો કે, ઘટનાની જાણ થતા આસપાસના ગ્રામજનો એકત્રીત થઈ ગયા હતા અને મહિલાને તેમજ બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.


આ પણ વાંચો:- ભાલ પંથકના અનેક ગામોમાં પાણી માટે વલખા, પાણી નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી



પરંતુ ત્રણેય બાળકોના કૂવામાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે ગ્રામજનો સમય રહેતા સ્થળ પર પહોંચી જતા મહિલાનો આબાદ બચાવ થયો છે. ગ્રામજનો દ્વારા આ સમગ્ર મામલે પોલીસને (Police) જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ફાયરની ટીમ (Fire Team) સ્થળ પર દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા ત્રણ બાળકોના મૃતદેહને (Corpses) બહાર કાઢવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:- આ તે કેવુ સ્માર્ટ સિટી!!! રાજકોટમાં 'બત્તી' ગુલની PGVCLમાં 30,966 ફરિયાદ, પણ નિવેડો નહિ


આ ત્રણેય બાળકોની ઉંમર 5 વર્ષ કરતા ઓછી છે. જેમાં 4 વર્ષની સૌથી મોટી બાળકી, અઢી વર્ષની બીજા નંબરની બાળકી અને આઠ માસના બાળકનું મોત નીપજ્યું છે. ત્યારે મહિલાએ કયા કારણોસર તેના ત્રણ બાળકો સાથે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો તે જાણવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube