Gujarat BJP Candidate List: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે. ભાજપ દ્વારા આજે ધડાધડ ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે  ભારતીય જનતા પાર્ટીએ અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા જેમાં વધુ 6ના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપની બીજી યાદીમાં 2 મહિલાને સ્થાન આપ્યું છે આ સાથે ભાજપના કુલ ઉમેદવારોમાંથી 16 મહિલાઓને સ્થાન મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભા માટે ભાજપે 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે 22માંથી 6 ઉમેદવારો જાહેર કરતાં હજુ 16 ઉમેદવારોના નામ પર સસ્પેન્સ યથાવત છે. સી.આર,પાટીલના ગઢ સુરતની ચોર્યાસી બેઠક પરથી ઝંખના પટેલનું પત્તુ કપાયું છે. તેના સ્થાને સંદીપ દેસાઈને ટિકિટ મળી છે. જ્યારે વિભાવરી દવેનું પત્તુ કપાયું છે.


મહત્વનું છે કે, ભાવનગર પૂર્વ બેઠક પરથી પૂર્વ મંત્રી અને સિટીંગ ધારાસભ્ય વિભાવરીબેન દવેની ટિકીટ કાપીને સેજલ પંડ્યાને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે સુરતની ચોર્યાસી બેઠક પરથી સિટીંગ ધારાસભ્ય ઝંખનાબેન પટેલની ટિકીટ કાપીને સંદીપ દેસાઈને ટિકીટ આપવામાં આવી છે.



હવે ભાજપના માત્ર 16 ઉમેદવારના નામ બાકી


  • રાધનપુર, પાટણ, ખેરાલુ માટે નામ બાકી

  • હિંમતનગર, ગાંધીનગર દ.ક્ષિણ, ગાંધીનગર ઉત્તર બાકી

  • માણસા, કલોલ, વટવા માટે નામ બાકી

  • પેટલાદ, મહેદાવાદ, ઝાલોદ, ગરબાડા બાકી

  • પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર માટે નામ બાકી


ભાજપે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર


  • ધોરાજીથી મહેન્દ્ર પાડલિયાને ટિકિટ મળી

  • ખંભાળિયાથી મુળુભાઈ બેરાને ટિકિટ

  • કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ અપાઈ

  • ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યાને ટિકિટ

  • ડેડિયાપાડાથી હિતેશ વસાવાને ટિકિટ

  • ચોર્યાસીથી સંદિપ દેસાઈને ટિકિટ

  • સુરત ચોર્યાસીથી ઝંખના પટેલની ટિકિટ કપાઈ

  • ભાવનગર પૂર્વમાં વિભાવરી બહેનની ટિકિટ કપાઈ