રક્ષીત પંડ્યા/રાજકોટ : શહેરના 17માં રાજવીની તિલકવિધિમાં 2 હજારથી વધુ ક્ષત્રિય મહિલાઓ 12 મિનિટ તલવાર રાસ રમી હાસિલ કરશે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 27 થી 29 જાન્યુઆરી એમ 3 દિવસ સુધી ચાલશે તિલકવિધિ જૂની વિન્ટેજ કાર, બગીઓ, ઘોડા, હાથી, બળદગાડા, બેન્ડ, નગારા, શરણાઇ સાથે નગરયાત્રા નીકળશે. ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને યુવરાજ માંધાતાસિંહ જાડેજા હવે રાજા બનશે. તેઓની રાજકોટ રાજવી પરિવારના 17માં રાજવી તરીકેની રાજતિલક વિધિ પૂરી આન, બાન અને શાનથી જાન્યુઆરી માસના અંતે સંપન્ન થશે. અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિ. સ્કુલમાં ભણી ચુકેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ


જેમાં 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે. દેશના અન્ય રાજ્યોના રજવાડાં અને ગુજરાતના રાજવી પરિવાર તેમજ સંતો-મહેતો, અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સમારોહ થશે. 27થી 29 જાન્યુઆરી સુધી આ સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે. 28 જાન્યુઆરી ના રોજ સવારે 10 વાગે 2 હજાર થી વધુ ક્ષત્રિય મહિલાઓ તલવાર રાસ રજૂ કરશે જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube