ઉદ્દઘાટન થયાના બીજા જ દિવસે વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત
વડાપ્રધાન મોદી બુધવારે જ 112 વર્ષ જૂની આ નવ નિર્મિત હોસ્પિટલનું લોકાપર્ણ કર્યું હતું. જેમાં ગુરુવારે ડોક્ટરની ગંભીર બેદરકારીને કારણે મહિલાનું યોગ્ય સમયે સારવાર ન મળતા તેનુમ મોત થતા પરિવારજનોએ ભારે હોબાળો થયો હતો.
તેજશ મોદી/સુરત: શહેરની વિનસ હોસ્પિટલમાં એક મહિલાનું સારવાર દરમિયના મોત થયું હતું. મહિલાનું મોત થતાં પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો, તેમને આરોપ હતો કે, ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મહિધરપુરા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, મહત્વનું છે કે, આ હોસ્પિટલનું ઉદ્દઘાટન એક દિવસ અગાઉ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય ઉષાબેનને હ્રદયમાં દુખાવો થતાં સારવાર માટે વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. દરમિયાનમાં આજે સવારે ઉષાબેનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ ઉષાબેન સ્વસ્થ હાલતમાં હતાં. અને તેમને યુરીન જવાનું કહેતા, તેમને નર્સ દ્વારા યુરીન કરાવવામાં આવ્યું હતું. તેજ સમયે ઉષાબેનના શરીરે હલનચલન બંધ કરી દીધું હતું.
ઘટનાની જાણ પરિજનોને કરાઈ હતી, જેને પગલે મોટી સંખ્યામાં પરિજનો ભેગા થયા હતાં. સમગ્ર ઘટના માટે ડોક્ટરની બેદરકારીનો આરોપ પરિજનોએ લગાવ્યો હતો. પરીજનોનું કહેવું હતું કે, શરૂઆતમાં ડોકટરે કોઈ પણ સમસ્યા ન હોવાનું કહ્યું હતું, જોકે બાદમાં હાર્ટની સમસ્યા હોવાનું જણાવ્યું હતું. પરતું ઓપરેશન બે દિવસ બાદ સોમવારે કર્યું હતું.
રાજ્યમાં 487 કરોડના ખર્ચે 9 નવા ફ્લાયઓવર બનાવાશેઃ નીતિન પટેલ
પરિવારનું એવું પણ કહેવું હતું કે, રવિવારે પીએમ મોદી હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવા આવવાના હોવાથી, ડોક્ટરોએ કોઈ કાળજી લીધી ન હતી. આમ ડોકટરે બેદરકારી રાખી હતી, તો બીજી તરફ ડોક્ટરનું કહેવું હતું કે, ઉષાબેનના હ્રદયનો નસ ફાટી જતાં ઘટના બની છે. જે કુદરતી ઘટના છે, ઓપરેશન સફળ રહ્યું હતું, જેથી ડોક્ટરની તેમાં કોઈ સીધી ભૂલ નથી. સમગ્ર મામલે પોલીસે પરિવારજનોના નિવેદનો પણ નોંધ્ય હતા, જોકે ફરિયાદ દાખલ કરવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો.