Gujarat Congress: ગુજરાતમાં મહિલા સલામતી અને સુરક્ષાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. મહિલા સશક્તિકરણ, મહિલા ઉત્થાન, મહિલા સુરક્ષાની વાતો વચ્ચે સલામતીની માત્ર વાતો કરતી ભાજપ સરકારની પોલ ફરી એકવખત સમગ્ર દેશમાં ખૂલી ગઈ છે. ગુજરાત કોંગ્રેસે આંકડા આપીને ગુજરાત સરકારના મહિલા સલામતીના દાવાની પોલનો છેદ ઉડાવી દીધો છે. મહિલાઓને લગતા ગુનાઓ મામલે ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના રાજમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાના કોંગ્રેસે આંકડાકીય માહિતી સાથે આક્ષેપ મૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતોને મળશે 40 કરોડની સહાય, જાણો તમારો નંબર લાગશે કે નહીં?


મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મહિલા સશક્તિકરણ સપ્તાહ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં મહિલાઓની સ્થિતી અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર, પ્રદેશ પ્રવક્તા હિરેન બેંકર, પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ સંયુક્ત પત્રકાર પરિષદને દ્વારા મહિલા સુરક્ષાની વાસ્તવિક સ્થિતી રજુ કરી હતી.


પાટીલને બદનામ કરવાના કેસમાં સંદીપ દેસાઈ બની શકે છે ફરિયાદી, ખૂલશે મોટા માથાઓના નામ


ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, 'બેટી બચાવો બેટી પઠાવો', સશક્તિકરણ, મહિલા સુરક્ષાની પોકળ રાજ્યનું તંત્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલ આંકડાઓ અનુસાર છેલ્લા ૩ વર્ષમાં ૧૩.૧૩ લાખથી વધુ મહિલાઓ-છોકરીઓ ગુમ, ડબલ એન્જીનમાં ટ્રબલ આવી રહી છે. 


પહેલાં ફિલ્મની ઓફર અને હવે નોકરી, ગુજરાતના વેપારીએ સીમા-સચિનને લાખોની જોબ ઓફર કરી


દીકરીઓ ગુમ થાય એ સૌથી વધુ ચિંતાનો વિષય છે. દિકરી ગુમ થયાના માત્ર વિચારથી જ કંપારી છુટી જાય, પ્રવાસમાં જાય તો પણ મા-બાપને ચિંતા થતી હોય ત્યારે મોટી સંખ્યામાં દિકરીઓ ગુમ થાય ત્યારે તેવા પરિવારોની શું હાલત થતી હશે ? ગુજરાત રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની ૪૧,૭૯૮ મહિલાઓ છેલ્લા પાંચ વર્ષમાં ગુમ થઈ છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ગુમ થતી મહિલાઓ અને મહિલા ઉપર થતા દુષ્કર્મના વિરોધમાં મહિલા કોંગ્રેસ ગુજરાત રાજ્યમાં ઉગ્રવિરોધ પ્રદર્શન કરશે.


તમે મહેસાણા જાઓ છો તો ઘરે પુરુષો આવે છે : 65 વર્ષે મહિલાને જવાની ખીલતા પતિએ કાઢી મૂક


મહિલા અને છોકરીઓ ગુમ થયાના આંકડાઓમાં વિસંગતતા અને આંકડાઓ છુપાવવાની ભાજપ સરકારની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે કોરોના વેકસીનનાં આંકડા, કોરોના મોતના આંકડા સહિતના મહિલા ગુમ થયાના આંકડાઓનાં વાસ્તવિક સ્થિતિ ભાજપ સરકાર છુપાવી રહી છે. 


પત્નીને ખુશ કરવા નકલી PSI બનીને ફરતો હતો યુવક, પોલીસે પકડીને બરાબર સર્વિસ કરી!


વર્ષ ૨૦૧૬-૨૦૨૦માં ગુજરાતમાં ૪૧૬૨૧ મહિલાઓ ગુમ થયાની વિગત સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયા હતા જે બાદ ગુજરાત પોલીસના ઓફિશિયલ ટ્વીટર પર ૯૪.૯૦ ટકા મહિલાઓ પરત આવી અને માત્ર ૨૧૨૪ જેટલી મહિલાઓ જ ગુમ થઇ છે તેમ રજૂ કરવામાં આવ્યું હતું.  પરંતુ ગૃહમંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલ માહિતી અનુસાર વર્ષ ૨૦૨૦માં ૪૯૮૪ જેટલી મહિલાઓની હજુ સુધી કોઈ ભાળ-માહિતી મળી નથી. ભાજપ સરકાર આંકડા કેમ છુપાવી રહી છે ? સંસદમાં આપેલ મહિલા ગુમ(missing) નાં આંકડાઓએ ભાજપ સરકારનાં જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી છે.


બદામ અને અખરોટથી વધુ ફાયદાકારક છે ટાઇગર નટ્સ.. જાણો તેને ખાવાના 7 અનોખા ફાયદા


ગુજરાત કોંગ્રેસ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા  એ જણાવ્યું હતું કે સરકાર ના બેટી બચાવો ના દાવા પોકળ છે તે સરકાર ના આંકડા થી સાબિત થાય છે. ગુજરાત માં પ્રતિ દિવસ ૪ અઢાર વર્ષ થી નીચે ની બાળકીઓ ગુમ થાય છે અને પ્રતિ દિન ૫ બળાત્કાર થાય છે. લોકસભાના જવાબ મુજબ ગુજરાત માં ૫ વર્ષ માં ૭૪૩૦ અઢાર વર્ષ થી નીચે ની બાળકીઓ ગુમ. વર્ષ ૨૦૨૧ માં ૧૪૭૪, વર્ષ ૨૦૨૦ માં ૧૩૪૫, વર્ષ ૨૦૧૯ માં ૧૪૦૩, વર્ષ ૨૦૧૮ માં ૧૬૮૦ અને વર્ષ ૨૦૧૭ માં ૧૫૨૮ અઢાર વર્ષ થી નીચે ની બાળકીઓ ગુમ. ગુજરાત વિધાનસભા માં ૧૦/૩/૨૦૨૨ ના આંકડા મુજબ ગુજરાત માં બે વર્ષ માં ૩૭૯૬ બળાત્કાર થયા તેમ દર્શાવવા આવ્યું હતું, અને લોકસભા મુજબ પાંચ વર્ષ માં ૨૬૩૩ બળાત્કાર નો આંક આપવા માં આવ્યો છે. 


વાપી પોલીસે જેને બુટલેગર સમજીને પકડ્યો, તે સુરતનો પોલીસ કર્મચારી નીકળ્યો


વિધાનસભા મુજબ અમદાવાદ શહેરમાં બે વર્ષમાં ૭૨૯ દુષ્કર્મની ઘટના અને ૧૬ જેટલા સામુહિક દુષ્કર્મની ઘટના, સુરત શહેરમાં ૫૦૮ દુષ્કર્મ અને ૫ સામુહિક બળાત્કારના કિસ્સા, વડોદરામાં ૧૮૩ દુષ્કર્મ અને ૪ સામુહિક દુષ્કર્મની ઘટના, રાજકોટમાં ૧૪૫ દુષ્કર્મ અને ૭ સલામુહિક બળાત્કારના કિસ્સા, લોકસભામાં ઓછા આંકડા દર્શાવી ગુજરાત માં બનતી દુષ્કર્મ ની ઘટનાઓ નો આંક છુપાવવા આવી રહ્યો છે. લોકતંત્ર ના મંદિર માં જુઠું બોલતા ભાજપ ના મંત્રીઓ લોકતંત્ર ને શરમાવે છે. ગુજરાત રાજ્યમાં મહિલા સુરક્ષાનો પ્રશ્ન ચિંતાજનક છે.


વર્ષ    ૧૮ વર્ષથી ગુમ થતી બાળકીઓનો આંક
૨૦૨૧    ૧૪૭૪
૨૦૨૦    ૧૩૪૫
૨૦૧૯    ૧૪૦૩
૨૦૧૮    ૧૬૮૦
૨૦૧૮    ૧૫૨૮
કુલ       ૭૪૩૦


મનપસંદ આચાર્ય જોઈએ તો 50 હજાર રૂપિયા આપો, ખિસ્સાં બદલાયા ઉઘરાણાની પ્રેક્ટિસ ન બદલાઈ


વિધાનસભામાં આપેલ બે વર્ષના દુષ્કર્મના આંકડા    લોકસભામાં આપેલ પાંચ વર્ષના દુષ્કર્મના આંકડા
૩૭૯૬                                                                                             ૨૬૩૩
સાચુ કોણ ?                                                                                   સાચુ કોણ