વડોદરા કોર્પોરેશનનો અંધેર વહીવટ, પ્રજાના પૈસા જશે પાણીમાં, 56 કરોડનો બ્રિજ 100 કરોડે પહોંચશે
કોર્પોરેશનની અણઆવડત અને અંધેર વહીવટને કારણે જે બ્રિજ 56 કરોડમાં બનવાનો હતો તેનો ખર્ચ 100 કરોડને આંબી જાય તેવો અંદાજ છે...વધારાના જે 44 કરોડનો વપરાશ થશે તે કયો અધિકારી કે કયા શાસનકર્તા આપશે?
વડોદરાઃ 'અંધેરી નગરી અને ગંડુ રાજા'...આ કહેવત તમે સાંભળી જ હશે. પણ કહેવતને સાર્થક થતી જોવી હોય તો તમારે મહાનગર વડોદરા જવું જોઈએ. અહીં એવો અંધેર વહીવટ ચાલી રહ્યો છે કે પ્રજાના પરસેવાની કમાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. ડિઝાઈનની મંજૂરી વિના કામ શરૂ થઈ ગયું અને હવે ડિઝાઈન બદલવાની વાત સામે આવતા કામ અટકી પડ્યું છે. અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે જુઓ VMCના અંધેર વહીવટનો આ ખાસ અહેવાલ.
નહીં સુધરે, નહીં સુધરે, અને નહીં જ સુધરે...આ વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ નહીં જ સુધરે...મુખ્યમંત્રી કહે કે કેન્દ્રીય મંત્રી કહે...પણ સુધરે એ બીજા...વડોદરા કોર્પોરેશન નહીં....કામ એવું કરવાનું કે આયોજન વગર પહેલા બનાવી દેવાનું...પછી તોડી નાંખવાનું...અને પ્રજાના લાખો-કરોડો રૂપિયાનો વેડફાટ કરવાનો....જુઓ આ બ્રિજનું કામકાજ...56 કરોડના ખર્ચે મહાનગરપાલિકાએ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો...ટેન્ડર થઈ ગયું, કોન્ટ્રાક્ટરે કામ શરૂ પણ કર્યું...પરંતુ હવે સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરીને બ્રિજને વિશ્વામિત્રી સાથે જોડવાનું સુચન કરતાં કામ ખોરંભે ચડી ગયું છે...મહાનગરપાલિકાની અણઆવડથી શહેરીજનો બરાબર અકળાયા છે....
'અંધેરી નગરી અને ગંડુ રાજા' જેવા વડોદરાના શાસકોના શાસનને કારણે શહેરીજનોની સાથે વિપક્ષ પણ અકળાયું છે. અને વિપક્ષે પ્રજાના પૈસાના વેડફાટનો VMC પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
15 દિવસ પહેલા જ વડોદરાના સમા વિસ્તારમાં બ્રિજનું કામ શરૂ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. અને વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. હવે બ્રિજની ડિઝાઈન નવી બનાવવાની હોવાથી જે કામ ચાલુ હતું તે બંધ કરવામાં આવ્યું...જેના કારણે રોડ રસ્તા પર લગાવેલા બેરિકેટ અને જ્યાં ત્યાં કરેલા ખાડાઓથી લોકોમાં રોષ છે...તો આ મામલે જ્યારે અમે તંત્રનો સંપર્ક સાધ્યો તો તેમણે દોષનો ટોપલો સ્ટેન્ડિંગ કમિટી પર ઢોળ્યો....પ્રોજેક્ટ શાખાના અધિકારીએ જણાવ્યું કે, સ્ટેન્ડિંગના ઠરાવને કારણે અમારે બ્રિજની ડિઝાઈન બદલવી પડી રહી છે.
આવું છે VMCનું કામ
15 દિવસ પહેલા જ સમા બ્રિજનું કામ માટે જાહેરનામું બહાર પડાયું હતું
વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા
બ્રિજની ડિઝાઈન નવી બનાવવાની હોવાથી કામ બંધ કરવામાં આવ્યું
રોડ રસ્તા પર લગાવેલા બેરિકેટ અને ખાડાઓથી લોકોમાં રોષ
કોર્પોરેશનની અણઆવડત અને અંધેર વહીવટને કારણે જે બ્રિજ 56 કરોડમાં બનવાનો હતો તેનો ખર્ચ 100 કરોડને આંબી જાય તેવો અંદાજ છે...વધારાના જે 44 કરોડનો વપરાશ થશે તે કયો અધિકારી કે કયા શાસનકર્તા આપશે?...યોગ્ય આયોજનના અભાવે પ્રજાના ટેક્ષના 44 કરોડ રૂપિયાનો વ્યેય થઈ જશે...એટલું જ નહીં સમયનો પણ મોટો વેડફાટ થશે....અને શહેરીજનોને ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડશે....નહીં સુધરવાનું નક્કી કરી ચુકેલા VMCના અધિકારીઓ અને શાસકો હવે સુધરે તેવી આશા....