Ahmedabad News : એવું કેહવાય છે કે અથાગ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી.. અને તેને સાર્થક કર્યો છે અમદાવાદ ની વિદ્યાર્થિનીએ. જેના માતા પિતા મજુરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે ત્યારે દીકરીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઇન્ટરમિડીયેટ પરીક્ષા પાસ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની સી યુ શાહ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી ધર્મિષ્ઠા પ્રજાપતિના માતા પિતા મજૂરી કામ કરે છે. પિતા સુથારી કામ કરે છે, જ્યારે માતા લોકોના ઘરે કામ કરે છે. માતાપિતા પેટે પાટા બાંધીને પોતાની દીકરીને તેના સ્વપ્ન પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરી રહ્યાં છે. ધર્મિષ્ઠા પ્રજાપતિએ પોતાની સફળતા અંગે વાતચીતમાં જણાવ્યું હતું કે મને મારા માતા-પિતા પર ગર્વ છે કે તેઓએ મને મજૂરી કરીને ભણાવીને મોટી કરી. મારા માતા પિતાએ એક રોટલી ઓછી ખાઈને પણ અમારી ફી ભરી અને મને અહીં સુધી પહોંચાડી છે.


દીકરીઓને ઓછી ન સમજતા 
ધર્મિષ્ઠાએ અન્ય માતા પિતાને પણ સલાહ આપતા કહ્યું કે દીકરીઓને ઓછી ના સમજતા અને દયા ન ખાતા. દીકરીઓ પણ આગળ વધી શેકે છે અને તેમને પ્રોત્સાહન આપતા રહો. ધર્મિષ્ઠાની ઈચ્છા છે કે તે ગરીબ વિદ્યાર્થીઓ માટે એક ટ્રસ્ટની રચના કરે, જે વિદ્યાર્થીઓ ફી નથી ભરી શક્તા તેમના માટે તેઓ કંઈક કામ કરી બતાવે.


અંતરિક્ષમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ અંગે આવ્યા સારા સમાચાર


તો તો બીજી તરફ દેશભરમાં ટોપ 50 માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. જેમાં અકશા મેમણએ ઓલ ઇન્ડિયા રેન્ક -7, શુભમ મખેચા - ઓલ ઇન્ડિયા રેન્ક -36, અને ધ્રુવાંગ શાહ - ઓલ ઇન્ડિયા રેન્ક -39 મેળવ્યો છે. ઓવર ઓલ પરિણામની વાત કરવામાં આવે તો સીએ ફાઈનલમાં બંને ગ્રુપ નું પરિણામ અમદાવાદનું પરિણામ ગત વખત કરતા અંદાજિત 10% વધુ 20.22% આવ્યું છે. જ્યારે ભારતનું પરિણામ 19.88% છે. જો ઈન્ટરમીડિયેટની વાત કરવામાં આવે તો સીએ ઇન્ટરમીડિયેટમાં બંને ગ્રૂપનું પરિણામ અમદાવાદનું પરિણામ 16.22% છે, જ્યારે ભારતનું પરિણામ 18.42% છે. અમદાવાદના સીએ ઇન્ટરમિડિયેટ માં બંને ગ્રુપમાં 1800 માંથી 292 પાસ થયા છે. 


તણાવમાંથી બહાર આવીને પરીક્ષા પાસ કરી
દેશભરમાં ભરમાં CA, CMAની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ઈન્ટરમિડીયેટમાં ટોપ 50માં સુરતના 3 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. કોરોના કાળ દરમિયાન માનસિક તણાવમાં આવી જનાર પ્રદ્યુમન CAની પરીક્ષામાં સુરતમાં બીજા ક્રમે પાસ થયો છે.પ્રદ્યુમને કોરોના કાળમાં પરિવારમાં બે સભ્યોને ગુમાવી દેતા માનસિક તણાવમાં હતો. જેથી પ્રદ્યુમન ગત પરીક્ષામાં 4 માર્કસ માટે રહી ગયો હતો. આ વખતે પ્રદ્યુમને 600માંથી 383 માર્ક્સ મેળવ્યા છે. 


અણીનો ચૂક્યો સો વર્ષ જીવે! મોતને હાથતાળી આપીને મહિલાનો ચમત્કારિક બચાવ