Ahmedabad: કાણેટી ગામ ના નિર્માણાધીન અંડરબ્રિજમાં મજૂર દટાતા મોત, બે ઇજાગ્રસ્ત
અમદાવાદના શેલા નજીક આવેલા કાણેટી ગામ પાસે બપોરના સુમારે નિર્માણાધીન અંડર બ્રિજ ધરાશાયી થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે એક મજુરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મજૂરોને હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે.
મૌલિક ધામેચા /અમદાવાદ : અમદાવાદના શેલા નજીક આવેલા કાણેટી ગામ પાસે બપોરના સુમારે નિર્માણાધીન અંડર બ્રિજ ધરાશાયી થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે એક મજુરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મજૂરોને હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે.
Mankind Pharma 500 કરોડનો પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપશે, અમેરિકા જેવા દેશોમાં થશે એક્સપોર્ટ
પ્રાપ્ત વિગતો અનુસાર રેલવે દ્વારા અંડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ઉભુ કરાયું લોખંડનું સ્ટ્રક્ચર એકાએક પડતા કામ કરી રહેલા ત્રણ મજૂરો દટાયા હતા. જોકે આ બનાવની જાણ થતા ગ્રામજનો દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી પોલીસને જાણ કરી હતી. જોકે ત્યારબાદ કાટમાળમાં દટાઈ એક મજુર ને ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતે મોતની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે કોની બેદરકારીથી ઘટના બની તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube