છોટાઉદેપુરના IAS અધિકારી રોજ સાઇકલ લઈને જાય છે ઓફિસ કારણ કે...
છોટાઉદેપુરના IAS અધિકારી વિશિષ્ટ કાર્યશૈલીને લઈને ટોક ઓફ ધ ટાઉન બન્યા છે
છોટાઉદેપુર : છોટાઉદેપુરના IAS અધિકારી વિશિષ્ટ કાર્યશૈલીને લઈને ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને પર્યાવરણ સંરક્ષણ વગેરેમાં સરકારી ખર્ચ ઘટાડવાની તેમણે પહેલ કરી છે.
આ અધિકારી છે છોટાઉદેપુરના IAS અધિકારી પ્રવીણ ચૌધરી. આજે જ્યારે વાતાવરણ પ્રદૂષિત થઈ ચૂક્યું છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી ગયું છે ત્યારે નાનકડી શરૂઆત પણ મહત્વની છે. હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે ત્યારે આ અધિકારી પોતાની કાર્યશૈલીથી એક આદર્શ શીખવાડી જાય છે. તેમની પાસે ડ્રાઇવર સાથે AC ગાડીની વ્યવસ્થા હોવા છતાં તે ઓફિસે જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે.
પ્રેરણાદાયક સ્ટોરીની વિગતો એક ક્લિક પર
છોટાઉદેપુરના પ્રાંત અધિકારી પ્રવીણ ચૌધરી નિયમિત રીતે પોતાના ઘરેથી ઓફિસ સાયકલ લઈને જાય છે. અતિ વ્યસ્ત અને મહત્વના પદ પર કાર્યરત એવા અધિકારી શરમાયા વગર સાયકલનો ઉપયોગ કરે છે. તેઓ પિતા પાસેથી મળેલી પ્રેરણાને અનુસરવાની સાથે પર્યાવરણ સંરક્ષણ, તંદુરસ્ત સ્વાસ્થ્ય અને આર્થિક બચત માટેની પ્રેરણા પૂરી પાડે છે.