અતુલ તિવારી, અમદાવાદઃ આવતીકાલે ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવશે. અમદાવાદમાં આકાર પામેલાં વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું 24 ફેબ્રુઆરીએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ધાટન થશે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ બન્ને મહાનુભાવોના આગમનને પગલે હાલ સ્ટેડિયમની અંદર અને બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.  જેમ જેમ મેચની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ લોકોના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મેચ પહેલાં રાષ્ટ્રપતિ કોવિંદ કરશે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન
24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ - ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે. મેચ શરૂ થાય તે પહેલાં આવતીકાલે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. અને આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. 1 લાખ 10 હજાર દર્શકો


24 ફેબ્રુઆરીથી મોટેરામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ શરૂ થશે
6 વર્ષ બાદ અમદાવાદમાં નવા તૈયાર થયેલા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચ નિહાળવા ક્રિકેટરસિકો આતુર છે. કોરોનાની તમામ ગાઈડલાઈનના પાલન સાથે જ દર્શકોને ગ્રાઉન્ડમાં હાજરી આપવામાં આવશે. 


સુરક્ષા છાવણીમાં ફેરવાયું મોટેરા સ્ટેડિયમ
24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં હાજર રહેવાના હોઈ લોખંડી બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે. પોલીસ જવાનોને મેદાનની અંદર અને બહાર પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે. પોલીસ સિવાય 24 ફેબ્રુઆરીથી 300 ખાનગી સિક્યોરિટીના જવાનો પણ મેદાનની અંદર સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે.


Ind vs Eng: પિંક બોલ ટેસ્ટમાં આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે ભારત, ઉમેશ યાદવ કરશે વાપસી


મોટેરા સ્ટેડિયમની વિશેષતા
મોટેરા સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ટથી પણ ઘણું મોટું હશે. આ સ્ટેડિયમ મોટેરાના જૂના સ્ટેડિયમની જગ્યા પર જ બનવા જઇ રહ્યું છે. આ સ્ટેડિયમમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. 63 એકરમાં સ્ટેડિયમને તૈયાર કરવામાં આવ્યુ છે. આ સ્ટેડિયમમાં કોર્પોરેટ હાઉસ માટે 76 સ્કાય બોક્સ બનાવવામાં આવશે. છ માળનાં સંપૂર્ણ સ્ટ્રક્ચરમાં 50 જેટલાં રૂમો બનશે. સ્ટેડિયમની દક્ષિણ દિશાએ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ તૈયાર થશે. મહત્વની વાત એ છે કે અહીં કોઇ પણ પીલર નહીં હોય, જેમાં કોઇ પણ અડચણે મેચ જોઇ શકાશે.


મોટેરા સ્ટેડિયમનની બહાર ક્રિકેટચાહકોમાં ઉત્સાહનો માહોલ
6 વર્ષ બાદ પહેલીવાર મોટેરામાં આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની હોઈ મેચના સાક્ષી બનવા ક્રિકેટ ચાહકો આતુર છે. મેચના એક દિવસ પહેલાંથી જ મેદાનની બહાર ભારતીય ક્રિકેટરોની ટી-શર્ટ, કેપ, હેન્ડ બેન્ડ તેમજ તિરંગાનું વેચાણ થઈ રહ્યું છે. ક્રિકેટચાહકો મોટી સંખ્યામાં ટી-શર્ટ, કેપ, હેન્ડ બેન્ડ તેમજ તિરંગાની ખરીદી કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube