વિશ્વ ઊંટ દિવસ: ઊંટડીનું દૂધ માનવ શરીર માટે ઔષધી સમાન, કેન્સર માટે ઉપયોગી
ઊંટના દૂધની ૨૨ જુન વિશ્વ ઊંટ દિવસના માલધારી સંગઠનની એક બેઠક મળી અને ઊંટ અંગેના પ્રશ્નો છણાવટ કરી હતી. વિશ્વ ઊંટ દિવસે ભુજ ખાતે ઊંટ માલધારીઓના સમેલનમાં કચ્છી ખારાઈ ઊંટ અને કચ્છી ઊંટના પ્રશ્નો અને સમસ્યાઓ રજુ કરાઈ હતી. ઊંટડીનું દૂધ ને માનવ શરીરની ઔષધી માનવામાં આવે છે. કેન્સર અને ડાયાબીટીશ માટે ઉપયોગી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
રાજેન્દ્ર ઠક્કર/ભુજ: ઊંટના દૂધની ૨૨ જુન વિશ્વ ઊંટ દિવસના માલધારી સંગઠનની એક બેઠક મળી અને ઊંટ અંગેના પ્રશ્નો છણાવટ કરી હતી. વિશ્વ ઊંટ દિવસે ભુજ ખાતે ઊંટ માલધારીઓના સમેલનમાં કચ્છી ખારાઈ ઊંટ અને કચ્છી ઊંટના પ્રશ્નો અને સમસ્યાઓ રજુ કરાઈ હતી. ઊંટડીનું દૂધ ને માનવ શરીરની ઔષધી માનવામાં આવે છે. કેન્સર અને ડાયાબીટીશ માટે ઉપયોગી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
કચ્છ જિલ્લોએ માલધારીઓનો પ્રદેશ છે. જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુની પણ વસતી છે. પરંતુ જેટલા પ્રમાણમાં ગાય અને ભેંસને મહત્વ અપાઈ રહ્યું છે. તેટલા પ્રમાણમાં ઊંટને મહત્વ મળતું નથી. જેના લીધે આ પ્રાણી હાલે અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે હવે ઊંટ પાલકો સંગઠન બનાવી એકજુટ બન્યા હોવા ઉપરાંત ઊંટડીના દૂધની ડેરી શરૂ પણ કરી છે. તો લોકોને ઊંટને ખાવા માટેની પુરતી વ્યવસ્થાનાં થતા ભૂખ્યા પેટે કેટલાયે કિમી કાપવા પડે છે આવા સંજોગો છે. સુષ્ક વાતાવરણ અને કઠીન પરિસ્થિતિમાં અનુકુળ થયેલું સૌથી શ્રેષ્ઠ પ્રાણી ઉંટ છે.
22મી જુનને કેટલીક આંતર રાષ્ટ્રીય સંથાઓ દ્વારા વિશ્વ ઉંટ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે હવે કચ્છમાં લુપ્ત થવાને આરે પહોંચેલા કચ્છી અને ખારાઈ ઊંટોના સંરક્ષણ અને ઊંટો પાલન વ્યવસાયને આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે કચ્છના માલધારીઓએ ઉંટ ઉછેરક માલધારી સંગઠન બનાવ્યું છે. અને આજે 9મી સભા યોજી હતી. જેમાં જીલ્લાંમાં ઊંટ પાલન કરતા કુલ 380 માલધારીઓસભ્ય તરીકે જોડાયેલા છે. 12 હજારથી વધુ ઊંટો છે. માલધારીઓનું આ સંગઠન ટ્રસ્ટ અને સોસાયટી એક્ટ હેઠળ નોંધણી થયેલ છે.
ફીટનેસનું સ્તર વધારવા અમદાવાદમાં અનેક સ્થળે લોકોએ કરી યોગદિવસની ઉજવણી
આ સંગઠનની 9 સાધારણ સભાનું આજરોજ ભુજ મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા લુપ્ત થતા કચ્છના ખારાઈ ઉંટ અને તેને અભ્યારણને માન્યતા અપાવવા સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું છે. તો ઊંટ માલધારી સંગઠનના અગ્રણી ઊંટની ઉપયોગીતા માટે વાત કરી હતી.
મગફળી કાંડ મુદ્દે આગામી વિધાનસભાના સત્રને ગજવવાની કોંગ્રેસે કરી તૈયારી
એકાદ દાયકા પહેલાં 17 હજાર જેટલા ઉંટ હતા જે સમય જતા જાતી લિપ્ત થવા જઈ રહી છે. અને 12 હજાર જેટલા બચ્યા છે આ માટે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને ભારી જહેમત ઉઠાવી લોકોને પ્રેરણા આપી છે. હવે ઊંટ ઉછેરવા પડતી મુશ્કેલી માટેસૌ સંગઠિત થયા છે. 32 નેટલી વનઔષધી ખાઈને ઊંટનું દૂધ ખુદ એક ઔષધિ થઈ જાય છે. ડાયાબીટીસ, કેન્સર જેવા ગંભીર રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. લોકો તેને દવા સ્વરૂપે પણ જુએ છે. તો આ અંગે મહિલા અગ્રણીએ જણાવ્યું હતું કે, નિયમિત રીતે દૂધ ડેરી સ્વીકારતી નથી ત્યારે અમારા માટે વધારાનું દૂધ માથાનો દુખાવો બને છે. કારણકે એમની પાસે આ દૂધને સંગ્રહવાની શક્તિ નથી.