અતુલ તિવારી/અમદાવાદ :આજે વર્લ્ડ ડિસેબિલિટી ડે (world disability day) છે. ત્યારે આ ખાસ દિવસ નિમિત્તે વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં નવો વિશ્વવિક્રમ રચાયો છે. વર્લ્ડ ડિસેબલિટી ડે નિમિત્તે સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ ખાતે વિશ્વ વિક્રમ રચાશે. એકસાથે 700 જેટલા દિવ્યાંગજનોને કૃત્રિમ હાથ પગ નિઃશુલ્ક અર્પણ કરાયા છે. અગાઉ 260 જેટલા કૃત્રિમ હાથ પગ અર્પણ કરવાનો રેકોર્ડ રચાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ વડતાલધામ ખાતેથી 150 જેટલા જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને કૃત્રિમ હાથ પગ અર્પણ કરાયા હતા. ત્યારે વર્લ્ડ ડિસેબિલિટી ડે અંતર્ગત આજે બીજી વાર વડતાલ ધામ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વડતાલ મંદિરના કોઠારી સ્વામી ડો. સંત વલ્લભસ્વામીએ ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, અમે જ્યારે રજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું ત્યારે 1200 કરતા વધુ જરૂરિયાતમંદ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી અમે 700 લોકોને કૃત્રિમ હાથ પગ અર્પણ કરી રહ્યા છે. લોકોના જીવનમાં ખુશીઓ આવે, નિરાશામાંથી મુક્ત બને એ ઉદ્દેશથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. 


આ પણ વાંચો : અનેક નેતાઓએ પ્રમુખ પદ મેળવવા લોબિંગ કર્યું, આખરે આ દિગ્ગજ નેતાનું નામ થયુ ફાઈનલ   



આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ કે, 700 જેટલા દિવ્યાંગજનોને આજે વિકલાંગ દિવસે સન્માનિત કરાઈ રહ્યા છે. દિવ્યાંગથી સર્વાયંગ બનાવવાનો પ્રયાસ કરાયો છે. છેલ્લા અઢી વર્ષથી હું ગુજરાતમાં છું. અનેકવાર ભ્રમણ કરવાનો અવસર મળ્યો છે. કેટલાક કાર્યક્રમ કરવામાં આવ્યા છે, જેમાં મોટું યોગદાન આ સમાજનું રહ્યું છે. વડતાલની ભૂમિ પર મને ત્રીજીવાર આવવાનો અવસર મળ્યો છે. દર વખતે નવી પ્રેરણા મળે છે. સંન્યાસીનું જીવન પરોપકાર માટે હોય છે, જે આ સંતોએ સાબિત કર્યું છે. આજે વિકલાંગ દિવસ છે, વિશ્વમાં માનવ સમાજના એ ભાઈ બહેન કે જેમને પીએમ તરફથી દિવ્યાંગજન નામ આપવામાં આવ્યું છે, તેમને કોઈ ભેદભાવ વગર પ્રદેશના વિવિધ ભાગોમાંથી શોધીને આમંત્રિત કરાયા છે. જેમને આ કૃત્રિમ અંગોની જરૂરિયાત હતી, તેઓને તે આપવામા આવ્યા છે. 



દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે. તેને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ અથવા વિકલાંગ વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ પણ કહેવાય છે. તેની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ભલામણ પર 1992 માં કરવામાં આવી હતી. 1992 થી દર વર્ષે તેને સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા માટે દર વર્ષે એક થીમ જ રાખવામાં આવે છે. વિશ્વ સ્તર પર 1 બિલિયનથી વધુ લોકો કોઈને કોઈ રૂપથી દિવ્યાંગતાનો શિકાર છે.