• ગીર જંગલમાં એક સિંહ એવો છે જેને જોવા માટે સૌથી વધુ ડિમાન્ડ હોય છે. આ સિંહની એક ઝલક મળી જાય તો મુસાફરો સુખદ અનુભવ માને છે

  • તેના સુંદર આકર્ષણ પાછળ પણ કેટલાક કારણો છે. તેની કેશવાળીને કારણે તે સૌથી હેન્ડસમ સિંહ ગણાય છે


ઝી મીડિયા/બ્યૂરો :આજે વિશ્વ સિંહ દિવસ (World Lion Day) છે. ગુજરાત માટે આ દિવસ ગૌરવ લેવા જેવો દિવસ છે. ગુજરાતે સિંહોને જે રીતે જાળવી રાખ્યા છે, તેને કારણે આજે આપણે એશિયાટિક લાયન્સ (Asiatic Lions) હોવાનું ગૌરવ લઈ શકીએ છીએ. ગુજરાતના ગીર જંગલમાં સિંહનો નજારો માણવા માટે દેશવિદેશથી પ્રવાસીઓ આવતા રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પણ વિશ્વ સિંહ દિવસ પર પોતાની યાદગીરી શેર કરી છે. ગીર સફારીમાં દર વર્ષે મોટી સંખ્યામાં મુસાફરો આવતા રહે છે. જેઓ સિંહની એક ઝલક જોવા માટે તલપાપડ હોય છે. પરંતુ ગીર જંગલમાં એક સિંહ એવો છે જેને જોવા માટે સૌથી વધુ ડિમાન્ડ હોય છે. આ સિંહની એક ઝલક મળી જાય તો મુસાફરો સુખદ અનુભવ માને છે. આ સિંહ ગીર જંગલનો સૌથી હેન્ડસમ સિંહ કહેવાય છે. આજે સિંહ દિવસ પર ગીરના સૌથી સુંદર સિંહ વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર : પહેલીવાર કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ એક સરખા થયા!  


ગીર જંગલ સફારી (gir forest) મા સૌથી મોટું આકર્ષણ દેવરાજ સિંહ છે. દેવરાજ સિંહની એક ઝલક જોવા મુસાફરો તલપાપડ હોય છે. તો ફોટોગ્રાફર્સમાં પણ દેવરાજ સિંહનું આકર્ષણ વધુ હોય છે. દેવરાજ સિંહ ગીર જંગલનો સૌથી વધુ દેખાવડો સિંહ ગણાય છે. તે સુંદર હોવાની સાથે પુખ્ત વયનો પણ સિંહ પણ છે. તેના સુંદર આકર્ષણ પાછળ પણ કેટલાક કારણો છે. તેની કેશવાળીને કારણે તે સૌથી હેન્ડસમ સિંહ ગણાય છે. 


દેવરાજ સિંહની ખાસિયત


  • દેવરાજ સિંહની ઉંમર અંદાજે 9 વર્ષ છે 

  • તેનો ઉછેર દેવળિયા સફારી પાર્કમાં થયો છે 

  • તે પુખ્ત વયનો સિંહ છે 

  • તેની કેશવાળી અન્ય સિંહોની સરખામણીમાં સૌથી વધુ છે

  • તેની કેશવાળીમાં કેસરી અને કાળા રંગનું મેચિંગ અને ઘટાટોપ છે 


આ પણ વાંચો : અજગર વાંદરાનું આખું બચ્ચું ગળી ગયો અને પછી સલવાયો


દેવરાજના સુંદર આકર્ષણ પાછળનું કારણ 
દેવરાજના જન્મના 4-5 મહિના બાદ તેની માતાનું મોત થયુ હતું. જેથી વન વિભાગ તેને દેવળિયા સફારી પાર્કમાં લઈ આવ્યો હતો. સાથે જ દેવરાજને અન્ય સિંહોની જેમ ખોરાક માટે સંઘર્ષ કરવો પડ્યો નથી. ન તો જંગલમાં ભટકવુ પડ્યું છે. તે વન વિભાગની દેખરેખ નીચે ઉછેર્યો છે. તેને સફારી પાર્કમાં તૈયાર ભોજન મળી જતુ હોય છે. સાથે જ અત્યાર સુધી તેની કોઈ સિંહો સાથે ઈન્ફાઈટ પણ થઈ નથી. અન્ય પ્રાણીઓની જેમ તેને જંગલમાં સંઘર્ષ કરવો પડતો નથી. તેના સુંદર દેખાવ પાછળ આ તમામ કારણો છે.