ઝી બ્યુરો/રાજકોટ: રંગીલું રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેખિત ‘માડી’ ગરબા પર વર્લ્ડ રેકોર્ડ રચાયો છે. પીએમ મોદીએ લખેલા માડી ગરબા પર રાજકોટમાં એક લાખ 21 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમીને વર્લ્ડ રેકોર્ડ રચાયો છે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્લ્ડ રેકોર્ડ સ્વીકાર્યો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆર પાટીલ અને હર્ષ સંઘવીએ વર્લ્ડ રેકોર્ડ સ્વીકાર્યો
PM મોદી લેખિત ગરબાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. પીએમ મોદીએ લખેલા માડી ગરબા પર રાજકોટ શહેરમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહીને દિપાવ્યો છે. રાજકોટમાં પીએમ મોદીએ લખેલા માડી ગરબા પર 1 લાખ 21 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. ત્યારે સીઆર પાટીલ અને હર્ષ સંઘવીએ વર્લ્ડ રેકોર્ડ સ્વીકાર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેખિત 'માડી' ગરબા પર ત્રણ રેકોર્ડ સ્થાપવામાં આવ્યા છે.



PM મોદીએ નવરાત્રિમાં શેર કર્યો હતો માડી ગરબો
તમને જણાવી દઈએ કે, PM મોદીએ નવરાત્રિના અવસરે તેમના દ્વારા લિખિત એક ગરબો 'માડી' શેર કર્યો હતો. રાજકોટવાસીઓ માટે નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 1 લાખ કરતાં વધુ લોકો ગરબા પમ્યા હતા. અગાઉ વડોદરામાં 60 હજાર લોકોએ એકસાથે ગરબા રમવાનો રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે વડોદરાનો આ રેકોર્ડ રાજકોટ દ્વારા તોડ્યો હતો. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બોલિવૂડ ગાયક પાર્થિવ ગોહિલ 1 લાખ જેટલા ખેલૈયાઓને માડી ગરબાના તાલે ઝૂમાવ્યા હતા. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી, બે મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા.


ધ્વની ભાનુશાળીએ આપ્યો છે સ્વર
ગરબો નામનું આ ગીત ધ્વની ભાનુશાળીએ ગાયું છે. તેને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગીતના રિલીઝ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ ગીત ઘણી યાદો તાજી કરાવે છે. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં હું એક નવો ગરબા લખવામાં સફળ થયો, જે હું શેર કરી રહ્યો છું. ગુજરાતના રાજકોટમાં એક સાથે એક લાખ લોકો ગરબા રમે છે ત્યારે વડોદરાનો અગાઉનો રેકોર્ડ તૂટી જશે. વડોદરામાં એકસાથે 60 હજાર લોકોએ નશાની લત સામે ગરબા રમ્યા હતા.


પીએમ નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના મોટા ઉપાસક છે. તેઓ નવરાત્રિ દરમિયાન દાયકાઓ સુધી ઉપવાસ રાખે છે. કદાચ આ જ કારણ છે કે તેણે વર્ષો પછી ફરીથી ગરબા લખ્યા છે. પીએમ મોદી 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે છે. તેઓ તેમના પ્રવાસની શરૂઆત ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીથી કરશે. પીએમ મોદી મા અંબેના આશીર્વાદ સાથે અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.


500 કરતા વધુ સ્વયંસેવકો, પોલીસ સહિતનો બંદોબસ્તમાં હતા તૈનાત
ગરબાના આયોજક ઈન્ક્રેડિબલ ગ્રૂપના યોગેશ સોલંકીએ જણાવ્યું કે, સાંજે 7 થી લઈને રાત્રે 11 વાગ્યા સુધી નવરાત્રિમાં ગરબા રમાડવામાં આવ્યા હતા. ગરબા આયોજન માટે 500 તબીબો ખડે પગે રાખવામાં આવ્યા હતા. તો આ માટે 75 હજાર વિદ્યાર્થીઓ અને વાલીઓને ગરબામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. 500 કરતા વધુ સ્વયંસેવકો, પોલીસ સહિતનો બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યા હતા.


આ મહારાસમાં ભાગ લેવા માટે કોઈ પણ એન્ટ્રી ફી રાખવામાં આવી નહોતી. તમામ ખેલૈયાઓને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવી હતી. જોકે, અવ્યવસ્થા ન સર્જાય તે માટે સ્વનિર્ભર શાળા સંચાલકો પાસેથી તેમજ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી એન્ટ્રી પાસ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમના સમયે કોઈને એન્ટ્રી કરાવવી હોય તો તે પાસ વગર પણ થઈ શકશે. તેમજ ઓનલાઈન રજીસ્ટ્રેશન સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી.