સુરત: શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારી મિલ્કતનો દસ્તાવેજ સોના-ચાંદી અને હીરાથી મંઢેલો હોય. સુરતના એક વ્યક્તિનો દસ્તાવેજ જોઇને તમે બે ઘડી દંગ રહી જશો. મિલ્કત ખરીદી અને તે પણ પોતાના નામે દસ્તાવેજ કરાવવો તેનો આનંદ કંઇક અલગ હોય છે. ત્યારે સુરતમા દસ્તાવેજનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના વેસુ વિસ્તારમા રહેતા રીટા ચાંદકએ રીંગરોડ વિસ્તારમા દુકાન ખરીદી હતી. આ દુકાનનો દસ્તાવેજ તેમને એડવોકેટ ડો.અરુણ લાહોટીને કરાવવા આપ્યો હતો. જો કે રીટાબેન ધનીક હોવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિની કલાકૃત્રિ જળવાય રહે તે ઉદ્રેશથી તેમને આ દસ્તાવેજ ચાંદીમા કરાવવા માટે જણાવ્યુ હતુ. જે વાત રીટાબેનએ માની દસ્તાવેજ ચાંદીમા બનાવવાનુ નક્કી કર્યુ હતુ. શરુઆતમા તેઓએ આ અંગે નાનપુરા બહુમાળી ખાતે આવેલી રજીસ્ટાર ઓફિસમા જાણ કરી હતી અને તેમને ડુપ્લીકેટ ચાંદીનો દસ્તાવેજ બનાવી આપ્યો હતો.


વધુ વાંચો...2 કરોડની લાંચના આરોપો બાદ પહેલીવાર જાહેરમાં બોલ્યા મંત્રી હરિભાઈ ચૌધરી


રજીસ્ટાર કચેરી દ્વારા લીલીઝંડી આપી દેવામા આવી હતી. જેથી રીટાબેનએ આ દસ્તાવેજ બનાવવા માટે આપી દીધો હતો. ત્રણ થી ચાર મહિનાની મહેનત બાદ આ દસ્તાવેજ બનાવવામા આવ્યો હતો.  અઢી કિલો ચાંદી, 10 ગ્રામ સોનુ તથા 200 નંગ અમેરિકન ડાયમંડની મદદથી આ દસ્તાવેજ તૈયાર કરવામા આવ્યો હતો. જેની કિંમત 1.81 લાખ આંકવામા આવી રહી છે. અત્યાર સુધી આ રીતનો દસ્તાવેજ કોઇએ બનાવ્યો નથી, જેથી તેની નોંધણી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામા કરાવવામાં આવી હતી. જેના પ્રેસિડન્ટ પાવન સોલંકી પણ સુરત આવી પહોચ્યા હતા.