વલસાડ : દેશમાં પહેલીવાર ફક્ત 20 દિવસનાં સમયમાં જ કોઇ ઓવરબ્રીજ પુર્ણ કરવાની રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી છે. આ રેકોર્ડ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં સ્થપાયો છે. રોડ ઓવરબ્રિજનું 75 ટકા કામગીરી પુર્ણ થઇ ચુકી છે. આ સાથે જ 22 જુન સુધીમાં તે સંપુર્ણ તૈયાર થઇ જશે તેવી પણ આશા વ્યક્ત કરાઇ છે. આ બ્રિજની આશરે કિંમત4.5 કરોડ રૂપિયા ધારવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરનાં ચીફ જનરલ મેનેજરનાં અનુસાર, એક અઠવાડીયામાં આશરે 75 ટકા બ્રિજની કામગીરી પુર્ણ કરી દેવાઇ છે. આ ઓવરબ્રીજનું નિર્માણ 2 જુનનાં રોજ શરૂ થયું હતું. અમને વિશ્વાસ છે કે, બાકીનું બાંધકામ પણ 20 દિવસમાં પુર્ણ કરી દેવામાં આવશે. સરકારે અમને માત્ર 20 દિવસ ટ્રાફિક બ્લોક કરવાની મંજુરી આપી હતી. જેથી આ કામ અમે રેકોર્ડ બ્રેક સ્પીડે પુર્ણ કર્યું છે. 


આ પ્રકારના બાંધકામને પુર્ણ કરવામાં સામાન્ય રીતે 100 દિવસ (3 મહિના કરતા વધારે સમય) લાગે છે. જો કે તેનું કામ નોન સ્ટોપ થાય તો આટલા દિવસમાં પુર્ણ થાય. જો કે આ બ્રિજ વલસાડ પૂર્વને પશ્ચિમ સાથે જોડે છે. તેવામાં આટલા દિવસો સુધી ટ્રાફીક બ્લોક કરવો શક્ય નહી હોવાથી. અમે આ રેકોર્ડ સમયમાં કામગીરી પુર્ણ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube