અનોખો ચકલી પ્રેમ: વિશ્વ ચકલી દિવસ પર ચકલી બચાવવા નવતર પ્રયોગ, સ્પેરો હાઉસ બનાવાયું
માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે Zee Media સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ખરેખર આજે ચકલીઓ માટે જાગૃતિની જરુરત છે. આજે ચકલીઓ ખોવાઈ ગઈ છે ત્યારે ચકલીઓ માટે માળો બનાવવા માટે જગ્યા નથી.
રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: અગાઉ એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં જ ચકલા-ચકલીઓ ચીં..ચીં..કરીને આવતા અને તેમને ચોખા નાખવામાં આવતા હતા પરંતુ આજે એ દૃશ્યો અને ચકલીઓ લુપ્ત થઈ રહી છે. શહેરના આધુનિક વિકાસમાં ચકલીઓને જોવું પણ દુર્લભ બની ગયું છે. ચકલીઓને બચાવવા માટે અનેક વર્ષોથી પર્યાવરણ પ્રેમીઓ પ્રયત્ન કરી રહ્યા છે આવી જ ભુજની માનવજયોત સંસ્થા છેલ્લા 20 વર્ષથી માટીના રૂપકડા ચકલીઘરો બનાવીને નિ:શુલ્ક વિતરણ કરે છે.
21 માર્ચે સુરતના આ વિસ્તારમાં થશે બ્લાસ્ટ, ઉત્રાણ પાવર હાઉસના ટાવરને તોડી પડાશે
માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે Zee Media સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ખરેખર આજે ચકલીઓ માટે જાગૃતિની જરુરત છે. આજે ચકલીઓ ખોવાઈ ગઈ છે ત્યારે ચકલીઓ માટે માળો બનાવવા માટે જગ્યા નથી ત્યારે તેમના માટે ઘર જરુરી છે. જયાં પીવાના પાણી અને ચણની વ્યવસ્થા પણ હોય જેથી વધારેને વધારે પક્ષીઓ આવતા થાય. ત્યારે આ ચકલીઘરમાં ચકલીઓ માળો બાંધી ઇંડા મૂકીને બચ્ચા ઉછેર કરે છે.
ખેતરમાં ઘઉંના પાકમાં અચાનક ફાટી નીકળી આગ, વીજળી કે આગ નહીં આ કારણ જાણીને રોઈ પડશો
માનવજયોત સંસ્થાએ રૂપકડા માટીના ચકલીઘર બનાવ્યા છે જે ચકલીઓને પરત લાવવા માટે મદદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ માટીના ચકલીઘર મકાન ઉપર, છત ઉપર, વૃક્ષોમાં કયાં પણ તેને લટકાવી શકાય છે. શરૂઆતના સમયમાં ચકલીઓ આ ઘર પર વિશ્વાસ નહીં કરે પણ ત્યાર બાદ ધીમે ધીમે ચકલી માટીના ઘરમાં આવ જાવ કરશે અને પછી તેમાં માળુ બાંધશે. માનવજયોત સંસ્થા દ્વારા કચ્છના શહેરો અને ગામડાઓમાં ઠેર ઠેર આવા ચકલીઘરો મૂકાયા છે. આ ચકલીઘરની અંદર ચકલીઓ માળો બાંધે છે ઉપરાંત આ ઘરમાં અન્ય પક્ષીઓ પણ પોતાના માળા બાંધે છે.
થાઈલેન્ડ જઈને ગુજરાતીઓ સૌથી પહેલા કરે છે આ કામ, જેનાથી પત્નીઓ બહુ ચીઢાય છે
છેલ્લા 20 વર્ષથી માનવજ્યોત સંસ્થા ચકલીઘરો અને પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરે છે. જેથી પર્યાવરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવે ઉપરાંત તેમની સાથે અનેક સંસ્થાઓ પણ તેમની પાસેથી ચકલીઘરો અને કુંડાઓ લે છે. શરૂઆતના સમયમાં 100 થી 200 જેટલા ચકલીઘરોનું વિતરણ થતું હતું જ્યારે આજે 10,000 જેટલા ચકલીઘરો અને પાણીના કુંડાઓનું વિતરણ થઇ રહ્યું છે.
અમદાવાદમાં રહો છો તો અહીં માણો 1 day પિકનિકની મજા, એ પણ નજીવા ખર્ચે
આ વર્ષે તો હજી ઉનાળાની શરૂઆત થઈ છે અને અત્યાર સુધીમાં 10,000 જેટલા ચકલીઘરો અને કુંડાઓનું વિતરણ થઇ ચૂક્યું છે. ત્યારે આ વર્ષે સૌથી વધારે માત્રામાં ચકલીઘરોનું વિતરણ કરવામાં આવશે. આજે માનવજ્યોત સંસ્થાના ચકલીઘરો ઘરોની શોભા પણ વધારે છે.