ગૌરવ પટેલ, અમદાવાદ: 22 માર્ચ આજે 'વિશ્વ જળ દિન' તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે AMC વોટર સપ્લાય સમિતિના ચેરેમન જતિન પટેલે દાવો કર્યો છે કે, ઉનાળામાં અમદાવાદ શહેરમાં પાણીની તંગી સર્જાશે નહીં. પાણીની અછત ઉભી થશે તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી શહેરના દરેક ઝોનમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણી વગર જીવન શક્ય નથી અને દુનિયાને પાણીનું મહત્વ સમજાવવાના ઉદેશ્યથી આજે એટલે કે 22 માર્ચ વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આજના દિવસે અમદાવાદ મહાનગર પાલિકાના વોટર સપ્લાય સમિતિના ચેરમેન જતિન પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ઉનાળામાં અમદાવાદ શહેરમાં પાણીની તંગી સર્જાશે નહીં.


માતા બની કુમાતા: એક પંથકમાંથી મળી આવ્યા બે મૃત નવજાત શિશુ, લોકોમાં ફિટકારની લાગણી


પાણીની અછત ઉભી થશે તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ છે. શહેરના અંક અંદાજ મુજબ 700 થી વધુ બોર કાર્યકર્ત છે. બોરના પાણીથી 700 એમએલડી પાણી મળી રહશે. પ્રતિ વ્યક્તિ 140 થી 160 લિટર પાણીની જરૂરિયાત હોય છે. ત્યારે શહેરમાં 1750 એમએલડી પાણીની ટ્રીટ કરવાની ક્ષમતા છે. શહેરમાં 70 લાખની વસ્તીને 1420 એમએલડી પાણી સપ્લાય કરવામાં આવે છે.


રાજય સરકારનો મહત્વનો નિર્ણય, ખેલ મહાકુંભ માટે ફરી ચાલુ કરવામાં આવ્યું રજીસ્ટ્રેશન


આગામી વર્ષમાં 2150 એમએલડી પાણીનો જથ્થો વધારવાની તૈયારી કરવામાં આવી રહી છે. નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી શહેરના દરેક ઝોનમાં પહોંચાડાઈ રહ્યું છે. શહેરમાં હાલ કોતરપુર વોટર, રાસ્કા અને જાસપુર વોટરમાંથી પાણી મળી રહે છે.


અન્ય સમાચાર અહીં વાંચો:-


વડોદરાના સેવાતીર્થ આશ્રમની છત ધરાશાયી, બે મહિલાના મોત; એક ગંભીર ઇજાગ્રસ્ત


સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગથી ઉહાપોહ, સિનિયરોએ જૂનિયરો પાસે કરાવ્યું આ કામ કે...


મોડી રાત્રે એવું તો શું બન્યું કે સવારે બસ સ્ટેન્ડમાંથી મળ્યો મૃતદેહ, આરોપીએ કર્યો મોટો ખુલાસો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube