ગૌરવ પટેલ/અમદાવાદ: આજે દેશભરમાં વિશ્વ હવામાન વિભાગની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ હવામાન દિવસની 23મી માર્ચે ઉજવણી કરાય છે. હવામાન વિભાગના અધિકારીઓએ ક્લાઈમેટ ચેન્જને લઈને સૌથી મોટી ચિંતા પણ વ્યક્ત કરી છે. હિટવેવ, હેવી રેઇન ફોલ, વાવાઝોડું, અર્બન ડેવલપમેન્ટ અને ઇંધણના કારણે ક્લાઈમેટ બદલાઈ રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો તાજેતરમાં ઋતુ પરિવર્તિત થવામાં મહત્ત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે અને જો ઋતુ પરિવર્તિત થાય તો તે લોકોના જીવન પર સીધી અસર કરે છે. વિશ્વ હવામાન દિવસ પર હવામાન વિભાગના અધિકારીઓએ આ વાત સ્વીકારી અને ચિંતા વ્યક્ત કરતા લોકોને જાગૃત બનવા માટે અપીલ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતભરમાં હવામાન વિભાગ સહિત અનેક વિભાગ સાથે મળી કામ કરે છે. હિટવેવની આગાહી કરવી અને લોકોને મેસેજ આપવો તેમનું કામ છે. સાચા સમયે સાચી આગાહી કરી લોકોનું રક્ષણ કરી શકે છે. છેલ્લા 5 વર્ષમાં સમગ્ર દેશ-દુનિયામાં ઋતુઓમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં વારંવાર અનેક સિસ્ટમ સક્રિય થાય છે તેની સૌથી મોટી અસર ગુજરાતના વાતાવરણમાં પર જોવા મળી રહી છે અને બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક સહિત વિવિધ રીતે જોવા મળી રહી છે. જે લોકોના જીવનને સ્પર્શતો મુદ્દો બની ગયો છે.


સમગ્ર દેશ અને દુનિયા પર ગ્લોબલ વોર્મિગ અને ક્લાઇમેટ ચેન્જની અનેક અસરો જોવા મળી છે. હાલમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનિયમિત થઈ ગઈ છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પુષ્કળ ઠંડીની ઋતુ હોય છે, તો ક્યારેક ગરમીની. જેનાથી મોત પણ નીપજે છે. વાવાઝોડાની પણ સંખ્યામાં વધારો થયો છે. જેનું એક માત્ર કારણ છે કલાઈમેટ ચેન્જ. જેના કારણે હાલમાં લોકોને અતિવૃષ્ટિ, હીટવેવ અને શીત લહેરનો સામનો કરવો પડી રહ્યો છે.


હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીએ જણાવ્યું હતું કે, ગામડામાંથી હવે વસ્તી શહેરીકરણમાં પરિવર્તિત થઈ રહી છે. બીજી બાજુ વાહનોના પ્રદૂષણના કારણે હવામાનમાં ફેરફાર આવ્યાનું માનવામાં આવી રહ્યું છે. જેથી ક્લાઈમેટ ચેન્જને સ્થિર રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે. હવામાન વિભાગે આ વર્ષે પ્રારંભિક વોર્નિંગ અને એક્શન થીમ પર ઉજવણી કરી છે. જેથી લોકોને હાલના બદલાતા વાતાવરણ અને ક્લાઈમેટ ચેન્જથી અવગત કરાવી શકાય.


આજે વિશ્વ હવામાન દિન
હવે તમારા મનમાં એક સવાલ થશે કે આજના દિવસે શું કામ ઉજવવામાં આવે છે? આજે, 23મી માર્ચે, ‘વિશ્વ હવામાન દિન’ તરીકે ઉજવવામાં આવે છે. તે આ વર્ષના સૂર્ય, પૃથ્વી અને વાતાવરણ વિષેનો ખ્યાલ છે. આ ખ્યાલનો હેતુ સાર્વજનિક સલામતી, ખોરાકની સલામતી, જળ સંસાધનો, અને પરિવહન વ્યવસ્થા માટે કામ કરવાનો છે.


વિશ્વ હવામાનશાસ્ત્ર સંસ્થાએ 1961થી આ દિવસને વૈશ્વિક હવામાન દિન તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. તેનો હેતુ વિશ્વના નાગરિકોમાં આબોહવા વિષે જાગૃતિ લાવવાનો છે. વિશ્વહવામાનશાસ્ત્ર સંગઠનની રચના 23 માર્ચ, 1950, ના રોજ કરવામાં આવી હતી, તેથી પણ આ દિવસ વિશ્વ હવામાન દિન તરીકે ઉજવવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube