નવનીત દલવાડી, ભાવનગર: આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ (World Yoga Day), યોગ એ એક પ્રાચીન ભારતીય પ્રણાલી છે જેમાં શારિરીક, માનસિક અને આધ્યાત્મિકતાનું મિશ્રણ છે. ભારત દેશ એ સમગ્ર વિશ્વને યોગની ભેટ આપી છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે એક કરવું. શરીર અને આત્મના જોડાણનું પ્રતિક છે યોગ. આજે સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે યોગ કરવામાં આવે છે અને દિન-પ્રતિદિન તેની લોકપ્રિયતા પણ વધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. જેમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં તો યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવ્યો છે. આજે વિશ્વમાં અલગ અલગ રીતે યોગ કરવામાં આવે છે, અને જેને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહી છે ગુજરાત (Gujarat) ના ભાવનગરની એક દીકરી જેનું નામ છે જાનવી મહેતા (Janvi Mehta). 

World Yoga Day: એક સમયે સાપ વીંછી જોડે રમવા ટેવાયેલા આ બાળકો આજે ભણે છે યોગના પાઠ


ભાવનગર (Bhavnagar) એટલે કલા નગરી, ભાવનગરના કલાકારો વિશ્વમાં અનેક ક્ષેત્રમાં ઝળકી ચૂક્યા છે, તેમજ પોતાની આગવી કલા દ્વારા પોતાનું અને ભાવનગરનું નામ રોશન કર્યું છે. ત્યારે આવી જ એક દીકરી કે જેનું નામ જાનવી પ્રતિભા મહેતા છે, સામાન્ય રીતે દીકરો હોય કે દીકરી તેની પાછળ તેના પિતાનું નામ લાગતું હોય છે અને એ પિતાના નામે ઓળખાતા હોય છે, પરંતુ ભાવનગરની આ દિકરીને લોકો માતાના નામથી ઓળખે છે.


શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને રેડીમેઈડ સિલાઈ કામનાં વ્યવસાય સાથે સંકળાયેલ જીગ્નેશભાઈ અને શિક્ષિકા પ્રતિભાબેનના બે સંતાનોમાં સૌથી મોટી પુત્રી છે જાનવી મહેતા (Janvi Mehta), નાની ઉમરે જ યોગના વિવિધ આસનો કરતી જાનવી ને ૧૫ વર્ષ પહેલા યોગ પ્રત્યે રૂચી જાગી અને નિયમિત અભ્યાસ શરૂ કર્યો. 


રબર ગર્લ (Rubber Girl) તરીકે નામના મેળવનાર જાનવી મહેતા (Janvi Mehta) હાલ આંતરરાષ્ટ્રીય યોગ એમ્બેસેડર (International Yoga Ambassador) છે, જાનવી પ્રતિભા મહેતાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં નારી સશક્તિકરણ માટે કાર્યરત વિશ્વની મુખ્ય ૧૦૦૦ મહિલાની યાદીમાં જાનવી ની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાત (Gujarat) માંથી માત્ર જાનવી મહેતા (Janvi Mehta) ની પસંદગી કરવામાં આવી છે. જાનવી મહેતાએ યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી અનેક એવોર્ડ મેળવ્યા છે. અને ભાવનગર સહિત ગુજરાત (Gujarat) અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. 

World Yoga Day: જમીન કે ગ્રાઉન્ડ પર નહી, પણ પાણીમાં યોગ કરે છે ૬૧ વર્ષિય યોગ સાધક


તેણે ચીન, મલેશિયા, સાઉથ કોરિયા જેવા વિવિધ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્ય કર્યું છે, 8 થી વધુ વખત ઈન્ટરનેશનલ ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનો ડંકો વગાડ્યો છે. તેમજ મલેશિયામાં જાનવી 2 રનર્સઅપ મિસ યોગીની ઓફ વર્લ્ડ બની ચુકી છે. જેમાં આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ૮-ગોલ્ડ, ૬-સિલ્વર, ૧-બ્રોન્ઝ મેડલ તેમજ રાષ્ટ્રીય ક્ષેત્રે ૭-ગોલ્ડ, ૩-સિલ્વર, ૭-બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જાનવી મહેતાએ વોટર યોગમાં પણ મહારત હાંસલ કરી છે, પાણીમાં રહી ને તે અનેક પ્રકાર ના યોગ આસનો કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube