સુરતમાં કાપડ પર લખાયેલા વિશ્વના પ્રથમ દસ્તાવેજને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
કાપડ વેપારીના મિત્ર અને વકીલ લોહાટીએ અગાઉ સંસ્કૃત ભાષામાં મિલકતનો દસ્તાવેજ બનાવી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
ચેતન પટેલ/સુરતઃ કાપડ ઉપર લખાયેલો વિશ્વનો પહેલો દસ્તાવેજ ટેક્ષટાઇલ નગરી સુરતમાં તૈયાર થયો છે. એટલું જ નહીં આ દસ્તાવેજને હવે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. જેને લઈ વકીલ અને દસ્તાવેજ બાવનાર બિલ્ડરમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. સુરતના કાપડથી તૈયાર આ દસ્તાવેજ સુંદર અને આકર્ષક છે. કાગળ કરતા કાપડનું આયુષ્ય વધારે હોવાના કારણે સુરતના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ દસ્તાવેજ સુરતના કાપડ વેપારી અને બિલ્ડર દ્વારા ખાસ કાપડના દસ્તાવેજને તૈયાર કરાવવામાં આવ્યો છે. ટૂંક સમય આ દસ્તાવેજને સુપ્રીમ કોર્ટ મ્યુઝિયમમાં પણ મોકલાશે.
કાપડ વેપારીના મિત્ર અને વકીલ લોહાટીએ અગાઉ સંસ્કૃત ભાષામાં મિલકતનો દસ્તાવેજ બનાવી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેઓએ અગાઉ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં તાડપત્ર ખુદાઇ ઉપર પણ દસ્તાવેજ તૈયાર કરાવી નોંધની કરાવી ચૂક્યા છે.
CAA કાયદાના સમર્થનમાં વડોદરામાં વિશાળ રેલી, તિરંગા સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા
જ્યારે વર્ષ 2018માં વિશ્વનો પહેલો સોના ચાંદી અને હિરા જડિત દસ્તાવેજ પણ તૈયાર કરી નોંધણી કરાવ્યો છે. ટેક્ષટાઇલના કાપડ ઉદ્યોગને દુનિયાભરમાં ખ્યાતિ મળે તે હેતુથી કાપડ પર દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે. અગત્યની વાત એ છે કે કાપડના દસ્તાવેજ અને સુપ્રીમ કોર્ટના લો-મ્યુઝિયમમાં પણ મોકલાશે. સાથે-સાથે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધણી કરાવવા મોકલવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....