પંચમહાલ: ઘોઘમ્બાના ગ્રામ્ય પંથકમાં માનવભક્ષી દીપડાનો ખુબ જ આતંક છે. ખાસ કરીને ઘોઘમ્બાના ગ્રામ્ય પંથકમાં માનવભક્ષી દીપડાને આતંકના પગલે વન વિભાગ દ્વારા તેને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે વન વિભાગની અણઆવડત છે કે દીપડો ચાલાક છે તે નક્કી કરવું મુશ્કેલ થઇ જાય તેવો એક વિચિત્ર કિસ્સો બન્યો છે. બે બાળકોને ફાડી ખાના દીપડાને વન વિભાગ પકડવામાં નિષ્ફળ નિવડ્યું છે. વન વિભાગને જાણે આ દીપડાની કે નાગરિકોની કોઇ પણ ચિંતા ન હોય તે પ્રકારે વર્તન કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રાજ્યમાં નવા 1270, 1456 સાજા થયા, 12 દર્દીઓનાં મોત

વન વિભાગ દ્વારા આ દીપડાને પાંજરે પુરવા માટે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. જો કે વન વિભાગની અણઆવડતના કારણે  આ દીપડો પાંજરે પુરાયો નથી. વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા પાંજરામાં દીપડો આવ્યો અને મારણ મુકેલી બકરીને લઇને ફરાર પણ થઇ ગયો હતો. તેમ છતા તે પાંજરે પુરાયો નહોતો. જેના કારણે વન વિભાગની ભારે ફજેતી થઇ રહી છે. તો બીજી તરફ આટલી મોટી ઘટના હોવા છતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને કોઇ ફરક કે ફરજ કાંઇ પડી નથી રહ્યું. 


કોલેજનું ફોર્મ ભરવા માટે ગયેલી યુવતી એક ફ્લેટમાંથી હાડકા ભાંગેલી હાલતમાં મળી આવી !

જો કે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે, આ દીપડાને પકડવા માટેનું પાંજરૂ જ નથી. આ પાંજરુ વાંદરા પકડવાનું છે. વન વિભાગની અણઆવડતના કારણે તેમણે દીપડાને પકડવા માટે વાંદરાનું પાંજરુ મુક્યું છે. જો કે વન વિભાગની આ બેદરકારીના કારણે નરભક્ષી દીપડો ખુલ્લેઆમ ફરી રહ્યો છે. જો કે હવે સ્થાનિકોમાં આ દીપડાને કારણે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘોઘમ્બા ના ગોયાસુંડોલ અને કાંટાવેડા ગામે દીપડા એ બે માસૂમ બાળકો ને ફાડી ખાધા હતા. પાંચ જેટલા પાંજરા મુક્યાં હોવા છતાં આ દીપડો પાંજરે નથી પુરાઇ રહ્યો. વન વિભાગ ગંભીરતા દાખવે તે અત્યંત જરૂરી હોવાનું સ્થાનિકોનો મત્ત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube