હિમાંશુ ભટ્ટ/મોરબી : રાજપૂત કરણી સેના દ્વારા કચ્છના આશાપુરા માતાના મઢથી એકતા યાત્રા શરૂ કરવામાં આવી છે. જે આજે મોરબીમાં આવી પહોંચી હતી. મોરબી શહેર અને જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જુદાજુદા જ્ઞાતિ સમાજના આગેવાનો તેમજ વિવિધ સંગઠનો દ્વારા એકત્રા યાત્રા સાથે આવેલા ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજા સહિતના તમામનું સન્માન કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 28 નવા કેસ, 23 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રા કાઢવામાં આવી છે. જે મોરબીમાં આવી પહોચી હતી, ત્યારે મોરબીના સર્કિટ હાઉસ ખાતે તેનું મોરબી શહેર અને જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એકતા યાત્રામાં વિવિધ મંદિરોની જ્યોત લઇને ગુજરાતનાં ૧૬ જીલ્લામાં એકતા યાત્રા જવાની છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે તેને પૂર્ણ કરવામાં આવનાર છે ત્યારે મોરબીમાં આવેલ રાજપૂત કરણી સેનાની એકતા યાત્રા જ્યારે શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઈ હતી. મોરબી રાજપૂત સમાજ, બ્રહ્મ સમાજ, પ્રજાપતિ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના જુદાજુદા સંગઠનો અને સમાજ દ્વારા એકતા યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 


પોરબંદરનું એક એવું વૃક્ષ કે જેની રક્ષા આખ્ખો જિલ્લો કરે છે, આરબો લાવ્યા હતા આ વૃક્ષ


મોરબીમાં સર્કિટ હાઉસથી લઈને શનાળા ગામ સુધીના રસ્તમાં આવતી મહાપુરુષોની પ્રતિમાને ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેરના રાજપૂત કરણી સેનાના પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શકત શનાળા ગામે આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે સભા રાખવામા આવી હતી. જેમાં જિલ્લા પ્રભારી દશરથસિંહ (દશુભા) ઝાલા, રાજપુત સમાજના પ્રમુખ રઘુભા ઝાલા, મંત્રી મહાવીરસિંહ જાડેજા સહીત આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજાએ જણાવ્યુ હતું કે, ક્ષત્રિય સમાજમાં એકતા વધે, સંગઠન મજબૂત બને, કુરિવાજો નાબૂત થાય, સમાજ વ્યસન મુક્ત બને અને  શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધે તેવા ઉદેશ સાથે આ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube