વર્ષો પહેલા બાપુનગરમાં રખડતી બાળકી મળી, પોલીસે 12 વર્ષે તેનું ગામ શોધી કાઢ્યું
ઝારખંડના નાનકડા ગામમાં રહેતી બાળકી રખડતી ભટકતી 2012માં અમદાવાદ આવી પહોંચી હતી. જો કે તે અમદાવાદ કઇ રીતે આવી પહોંચી તે કોઇ જાણતું નહોતું. બાળકી બાપુનગર વિસ્તારમાં આવી અને પોલીસે તેંના માતા-પિતાને શોધવા પ્રયાસ ભરચક પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત બાળકી કોઈ ભાષા જાણતી નહી હોવાનાં કારણે પોલીસ પણ ગુંચવાઇ હતી. આ ઉપરાંત બાળકી તેની ભાષા સમજી શકતી નહોતી. એટલે બાળકીના વાલી વારસ અંગે માહિતી નહી મળતા પોલીસ જ માં-બાપ બની હતી. તેને મહિપત રામ રૂપરામ આશ્રમમાં મૂકી હતી.
અમદાવાદ : ઝારખંડના નાનકડા ગામમાં રહેતી બાળકી રખડતી ભટકતી 2012માં અમદાવાદ આવી પહોંચી હતી. જો કે તે અમદાવાદ કઇ રીતે આવી પહોંચી તે કોઇ જાણતું નહોતું. બાળકી બાપુનગર વિસ્તારમાં આવી અને પોલીસે તેંના માતા-પિતાને શોધવા પ્રયાસ ભરચક પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત બાળકી કોઈ ભાષા જાણતી નહી હોવાનાં કારણે પોલીસ પણ ગુંચવાઇ હતી. આ ઉપરાંત બાળકી તેની ભાષા સમજી શકતી નહોતી. એટલે બાળકીના વાલી વારસ અંગે માહિતી નહી મળતા પોલીસ જ માં-બાપ બની હતી. તેને મહિપત રામ રૂપરામ આશ્રમમાં મૂકી હતી.
આખરે અમદાવાદના મહિપત રામ રૂપરામ આશ્રમ બાળકીને રાખી હતી. માનસિક સારવાર કરાવવાની શરૂઆત કરી હતી. 10 વર્ષ સુધી બાળકીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. એક દિવસે બાળકી બોલી કે, મારા ગામમાં એક મંદિર છે અને ગામની નજીક તળાવ છે. બિહાર થઈને મારા ઘરે જવાય છે. આટલી વાત જાણીને પોલીસ મહિપતરામ આશ્રમ આવા લોકેશનના ગામ શોધવા લાગ્યા હતા. આખરે ઝારખંડનું એક ગામ આ બાળકીનું હોવાનું સામે આવ્યું હતું.
અહીં બાળકીના માતા-પિતા તો હવે હયાત નથી, પણ આ ગાયબ બાળકીની બહેનનો સંપર્ક થયો હતો. આજે પોલીસ અને આશ્રમના સ્ટાફ 10 વર્ષ બાદ બળકીને ઝારખંડ મૂકવા માટે રવાના થશે. દસ વર્ષ પહેલા બાળકી રમતી બાપુનગર વિસ્તારમાં આવી ચડી હતી. દસ વર્ષની બાળકી કંઇ બોલવા માટે સમર્થ નહી હોવાથી પોલીસ પણ આંટીએ ચડી હતી. જો કે આખરે NGO અને પોલીસની મહેનત રંગ લાવી હતી. બાળકીના ગામની ભાળ મળી હતી.