ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં હજુ 4 દિવસ કાળઝાળ ગરમીની આગાહી સાંભળીને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થવાની હવામાન વિભાગની આગાહી કરી છે. જેના કારણે રાજ્યભરમાં ગરમીનું યલો અલર્ટ અપાયું છે. ગુજરાતમાં ગઈકાલ (બુધવાર) થી હીટવેવની આગાહીના પગલે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ભારે ગરમીને કારણે લોકો પરેશાન છે ત્યારે હજુ પણ 4 દિવસ ગરમીનો સામનો રાજ્યના લોકોએ કરવો પડશે. હજુ ચાર દિવસ હીટવેવની આગાહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીને અસર જોવા મળી શકે છે. તો અમદાવાદમાં પણ આજે પારો 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે...હાલ યલો એલર્ટ આપવામાં આવ્યું છે...જેના કારણે લોકોને કામ સિવાય બપોરે બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. ગુજરાત, દિલ્હી, યૂપી સહિત ઘણા રાજ્યોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગુજરાત, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં લૂની સ્થિતિ યથાવત છે. ગુજરાતમાં હજુ ચાર દિવસ કાળઝાળ ગરમી પડશે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે. જ્યારે કાલથી 2 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તથા રાજકોટ જિલ્લામાં ગરમીનું જોર વધી શકે છે. ગુરૂવાર તથા શુક્રવારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર તથા રાજકોટ જિલ્લામાં ગરમ પવન લોકોને પરેશાન કરી શકે છે. હવામાન વિભાગે આ દિવસ સુધી યલો એલર્ટ વચ્ચે ગરમીથી બચવા એડવાઇઝરી પણ જાહેર કરી છે. 


હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસોમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 4 દિવસોમાં રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરાઈ છે. હવામાને જણાવ્યું છે કે, 2 દિવસ બાદ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં હિટવેવની આગાહી રહેશે. જેના કારણે તાપમાનનો પારો 44 સુધી પહોંચી શકે છે.


હવામાન વિભાગની આગાહી જોતા આગામી દિવસો દરમિયાન લોકોને કાળઝાળ ગરમીથી કોઇ રાહત મળે તેવી શકયતા દેખાઈ રહી નથી. બપોરના સમયે આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. બપોરના સમયે ફૂંકાયેલા ગરમ-સૂકા પવનને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું હતુ અને રસ્તા પર લોકોની ઓછી અવરજવર જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના સૌરાષ્ટ્ર, ગીર, સોમનાથ, વલસાડ, કચ્છ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિતના શહેરોમાં હીટ વેવની વકી છે. જેના કારણે આગામી દિવસો દરમિયાન રાજ્યના વિવિધ શહેરના તાપમાનનો પારો 44 સુધી પહોંચી શકે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube