ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી 21 જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ હેતુસર ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’ ''માનવતા માટે યોગ'' છે. આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા કરોડ લોકોને યોગમય બનાવી આ દિવસની ઉજવણી કરવા રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યુ છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર આયોજનની તલસ્પર્શી છણાવટ તથા સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં આપ્યું હતું. યોગ દિવસે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં યોજાવાનો છે. જેમાં  કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી પણ આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે. તો વડાપ્રધાન આ કાર્યક્રમોમાં વર્ચુઅલ ઉપસ્થિત રહી પ્રેરણા દાયી સંબોધન કરશે તેનું પ્રસારણ યોગ દિવસની ઉજવણીના તમામ સ્થળોએ કરાશે. 


આ પણ વાંચો : Facebook પર કોમેન્ટ બટન ઓન કરતા જ હાર્દિક થઈ ગયો ટ્રોલ


 આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના ૭પ વર્ષ અંતર્ગત આ વર્ષનો વિશ્વ યોગ દિવસ રાજ્યમાં કુલ ૭પ આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવશે. જે નીચે મુજબ છે


  • મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત રર પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત ૧૭ કુદરતી સૌદર્ય ધામો અને સાયન્સસિટી ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ થવાના છે

  • રાજ્યનાં અન્ય મહાનગરોમાં યોગદિવસની ઉજવણી ભાવનગરના જવાહર ગ્રાઉન્ડ, જામનગરના રણમલ તળાવ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરતના વનીતાઆશ્રમ ખાતે કરવામાં આવશે

  • આ વર્ષે યોગને પ્રવાસન સાથે જોડીને રાજ્યના પ્રવાસનને પણ વેગ આપવાનું આયોજન રાજ્ય સરકારે કરેલું છે.

  • રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમજ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે

  • જિલ્લાદીઠ ૩૦૦૦ લોકો સહિત અંદાજે ૯૯૦૦૦ લોકો જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે

  • અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે

  • શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણ આ બે આઈકોનિક સ્થળોએ તાલુકા કક્ષાની ઉજવણી થશે


આ પણ વાંચો : માતા અને દીકરીનો એક જ પ્રેમી, બોયફ્રેન્ડ છીનવાઈ જશે એ બીકે માતાએ દીકરીને ચપ્પુના 20 ઘા માર્યાં


તાલુકા કક્ષાની ઉજવણીમાં તાલુકાદીઠ 500 લોકો સહિત અંદાજે 1 લાખ 25 હજાર લોકો ભાગ લેશે. ગામ દીઠ 25 લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. તેથી કુલ 4 લાખ 55 હજાર 650 લોકો ગ્રામીણ કક્ષાની ઉજવણીમાં જોડાશે. રાજ્યની 45,000 પ્રાથમિક શાળાના 84,65,000 વિદ્યાર્થીઓ તેમ જ 3,23,000 શિક્ષકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. 12,500 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 28,43,000 વિદ્યાર્થીઓ અને 89,000 શિક્ષકો આ ઉજવણીમાં જોડાશે. તો 2600 યુનિવર્સિટી-કોલેજીઝના 16,14,000 વિદ્યાર્થીઓ અને 60,000 અધ્યાપકો યોગદિવસની ઉજવણીમાં સહભાગી થશે. રાજ્યની 287 આઈ.ટી.આઈ.દીઠ 100 વિદ્યાર્થીઓ એમ કુલ 28,700 વિદ્યાર્થીઓ યોગદિવસની ઉજવણીમાં જોડાશે. રાજ્યના 1477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 6500 પેટાકેન્દ્રો પર કુલ 12,70,400 લોકો યોગ કરશે.