વડોદરાની માંજલપુર બેઠક પર BJPનું કોકડું ઉકેલાયું, સતત 8 મી વખત યોગેશ પટેલને આપી ટિકિટ, કર્યો મોટો દાવો
Gujarat Election 2022: માંજલપુર બેઠક પર ભાજપે યોગેશ પટેલને ફરી એકવાર રિપિટ કર્યા છે. યોગેશ પટેલનો દાવો કર્યો હતો કે આજે સવારે મને મોવડી મંડળ તરફથી ફોન આવ્યો હતો. એટલું જ નહીં, મેન્ડેટ મળ્યો હોવાનો પણ યોગેશ પટેલે સત્તાવાર જાહેરાત કરી છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ભાજપ દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક ઉપર કોંકડું ગૂંચવાયેલું હતું. પરંતુ આજે સવારે વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપ ટિકિટ આપી હોવાનો યોગેશ પટેલે દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે મને મોવડી મંડળ તરફથી ફોન આવી ગયો છે. જેથી આજે યોગેશ પટેલે ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
માંજલપુર બેઠક પર ભાજપે યોગેશ પટેલને ફરી એકવાર રિપિટ કર્યા છે. યોગેશ પટેલનો દાવો કર્યો હતો કે આજે સવારે મને મોવડી મંડળ તરફથી ફોન આવ્યો હતો. એટલું જ નહીં, મેન્ડેટ મળ્યો હોવાનો પણ યોગેશ પટેલે સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે જ ભાજપે સતત 8મી વખત યોગેશ પટેલને ટિકિટ આપી છે. યોગેશ પટેલ આજે સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે જશે.
ભાજપ દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી હતી, પરંતુ એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક પર યોગેશ પટેલના કારણે કોકડું ગૂંચવાયેલું હતું. અગાઉ માંજલપુર બેઠકના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ છે કે, માંજલપુરથી ભાજપમાંથી આજે ફોર્મ ભરીશ. પાર્ટીએ મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી, ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ 4 વખત રાવપુરા બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો થયા બાદ તેઓ છેલ્લી 2 ટર્મથી માંજલપુર બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ તેમને આઠમી વખત તક આપી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube