Gujarat Elections 2022 : ગીર સોમનાથના વેરાવળ માં યોગી આદિત્યનાથે ઝંઝાવતી ચૂંટણી સભા સંબોધી હતી. જાહેરસભામાં મુખ્યમંત્રી યોગીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથએ લઈ આકરા પ્રહારો કર્યા હતા. યોગીએ કહ્યું કે, કોંગ્રેસે મુસ્લિમોના મત માટે ક્યારે હિન્દુઓને સન્માન આપ્યુ નથી. કોંગ્રેસે હમેંશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ચૂંટણી પ્રચારના અંતિમ દોરમાં છે. સોમનાથ વેરાવળ ખાતે યુપીના સીએમ યોગી આદિત્યનાથે જંગી જાહેરસભાને સંબોધી હતી. જેમાં યોગીએ સોમનાથ પર વિધર્મીઓના આક્રમણને યાદ કરી ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી ઉપસ્થિત જનમેદનીને પ્રભાવિત કરી હતી. યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમને સન્માન તો નહીં આપે અને તમારી સુરક્ષા કરી શક્તી નથી. આ બધું ભાજપની સરકાર જ આપી શકે. આમ આદમી પાર્ટીનો નમુનો આતંકીઓનો હિતેચ્છુ છે અને સેનાના પરાક્રમ સામે સવાલ ઉઠાવી પ્રુફ માંગે છે. ત્યારે આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિત ના કરાય.



યોગીએ વધુમાં કહ્યું કે, સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવી સન્માન આપવાનું કામ મોદી સરકારે કર્યુ છે. કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યુ નથી. ત્યારે મંચ પર યોગી સહિતના મહાનુભાવોએ સંવિધાન ગોરવ દિવસ નિમિત્તે મંચ પર બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ડો. આંબેડકરને સન્માન આપવાના બદલે હરાવવાનું કામ કોંગ્રેસે કર્યુ છે.


તો કોંગ્રેસને આડે હાથ લેતા યોગીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ મુસ્લિમ વોટબેંક માટે ક્યારેય પણ આપણી આસ્થાને સન્માન નહિ આપે. જે કોંગ્રેસ તમારી આસ્થા સાથે ખીલવાડ કરે છે શું એવી કોંગ્રેસને મત આપશો..??? કોંગ્રેસ અહીંથી શાંત નથી થતી. કોંગ્રેસે ક્યારે ડો. બાબાસાહેબ આંબેડકરને સન્માન નથી આપ્યું. બાબાસાહેબ ને ચૂંટણી હરાવવા ના ભરપૂર પ્રયાસ કોંગ્રેસ કરતી હતી.