બ્રિજેશ દોશી/અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપે પોતાના સંગઠનને વધુ એકવાર કામે લગાડ્યું છે. પ્રદેશ કાર્યાલય કમલમ પર આજે ચૂંટણી પ્રભારીઓની બેઠકમાં ભાજપના જિલ્લા પ્રમુખોને 15 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી તમામ હિંદુ પરિવારો સુધી પહોંચવાનો લક્ષ્યાંક આપ્યો છે. રામ મંદિરના નિર્માણ માટે ભાજપ અને તેની ભગિની સંસ્થાઓ લોકો પાસે દાન ઉઘરાવશે. 10 રૂપિયા થી 1 હજાર રૂપિયા સુધીનું દાન રજીસ્ટર્ડ પહોંચથી ઉઘરાવશે ભાજપ. ભાજપના તમામ કાર્યકરો, નેતાઓ આગેવાનો 15 જાન્યુઆરીથી દાન ઉઘરાવશે જે 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમિકાના પગમાં બ્લેડ મારી બાંધતો સંબંધ, કહેતો મને લોહિયાળ SEX કરવાની આદત છે


પ્રદેશ ભાજપની બેઠકમાં તમામ પ્રમુખોની આ માટે સૂચના આપવામાં આવી છે. આયોજન કરીને એક ઈવેન્ટ પ્રમાણે આ કાર્યક્રમ ગોઠવાશે. જેમાં સાંસદો, ધારાસભ્યો, આગેવાનો પણ દાન આપીને જોડાશે. તો સાથે જ તમામ હિંદુ પરિવારો સુધી પહોંચીને ભાજપ એક કાંકરે બે પક્ષી મારશે. એક તરફ રામ મંદિરના નામે હિંદુ પરિવારો સુધી ફરી જનસંપર્ક થશે તો બીજી તરફ ચૂંટણીઓ પહેલા થયેલા જનસંપર્કનો સીધો લાભ આગામી ચૂંટણીઓમાં મળશે. દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે 14 કરોડ હિંદુ પરિવારો સુધી પહોંચવાનો ભાજપે લક્ષ્યાંક રાખ્યો છે. સમગ્ર દેશમાં 22 કરોડ હિંદુ પરિવારોમાંથી 14 કરોડ પરિવારો સુધી ભાજપના કાર્યકરો પહોંચશે અને રામ મંદિરની પત્રિકા સાથે મોદી સરકારે કરેલા કામોની વિગતો પણ અપાશે. રામ મંદિરના નિર્માણ માટે દરેક પરિવારો પાસેથી દાન ઉઘરાવવામાં આવશે.


GUJARAT CORONA UPDATE: નવા 804 કોરોના દર્દી, 999 સાજા થયા, 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત


ગુજરાત ભાજપ પણ આગામી ચૂંટણીઓ પહેલા આ જનસંપર્ક કાર્યક્રમ થી લોકો સુધી પહોંચશે. ફરીએકવાર રામ મંદિરના સહારે ભાજપ ચૂંટણીઓ ની વૈતરણી પાર કરશે. 1990ના દાયકામાં રામ જન્મભૂમિ આંદોલનથી ભાજપ કેન્દ્રમાં સત્તા સ્થાને પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો છે ત્યારે હવે રામ મંદિર નિર્માણ માટે ભાજપ ફરી એકવાર દાન ઉઘરાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube