Corona Virus: ગુજરાતભરમાં આવેલા મેડિકલ સ્ટોર્સમાંથી કોઇપણ નાગરિક પોતાના કે પોતાના પરિવારના સભ્ય માટે તાવ, શરદી અને ઉધરસ માટેની દવા ખરીદશે તો એની વિગતો આરોગ્ય વિભાગને મોકલવાની રહેશે. રાજ્યમાં કોરોનાની સંભવિત લહેરની સામે રાજ્યના આરોગ્ય વિભાગે માળખાકીય સુવિધાઓની સજ્જતાની ચકાસણી કર્યા પછી હવે ટૂંક સમયમાં એક નવા પગલાં લેવાની આરોગ્ય વિભાગ તૈયારી કરી રહ્યું છે. અગાઉ કોરોનાની લહેર વખતે ખાસ મેડિક્લ સ્ટોર્સ દ્વારા વિગતો મોકલી શકાય એવી એપ્લિકેશન તૈયાર કરાઈ હતી. આ એપનો વધુ એક વાર ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં શરદી અને તાવનો ઉપદ્રવ વધ્યો છે. આવા કિસ્સામાં મોટાભાગે દર્દીઓ પોતાના ફેમિલી ડોક્ટર કે પોતાની રીતે મેડિકલ સ્ટોર્સ પરથી દવા ખરીદી ઉપચાર કરી લેતા હોય છે. જેને પગલે આરોગ્ય વિભાગ સુધી સચોટ  માહિતી પહોંચતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય વિભાગ એવું માને છે કે આવા કેસમાં અમુક દર્દીઓ એવા હોઇ શકે છે કે જેઓ કોઇ ટ્રાવેલ કરીને આવ્યા હોય, અથવા કોઇ મેળાવડામાં ગયા હોય અને પછી એમને વાયરલ શરદી સળેખમ, તાવ ઉપરસ જેવા ચિન્હો જણાય અને પોતાની રીતે મેડિકલ સ્ટોર્સમાંથી દવા ખરીદીને ઉપચાર કરી લેતા હોય. આવા કેસમાં જો ચોક્કસ માહિતી મળે તો એવા  સંપર્ક ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવાઇ હોવા છતાં હજુ કરી ટ્રેક, ટેસ્ટ અને ટ્રીટમેન્ટના સિદ્ધાંતને અનુસરવાથી સિંગલ ડિઝિટમાં જ પોઝિટિવ કેસ મળી રહ્યાછે. બીજી કોરોના હોય તો તેનો ચેપ પ્રસરતો અટકાવી શકાય. 


ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે પહેલો પોલીસ કેસ! પતંગ ઉડાવતા પહેલાં જાણી લેજો આ વાત


વડોદરામાં 'શિવ' ના નામે ડાન્સ શીખવતો હતો શેરૂ પઠાણ! આવી રીતે થયો ખુલાસો


Pakistan માટે જાસૂસી કરનાર દિપકની પુછપરછમાં મોટો ખુલાસો, રાજસ્થાની યુવતીની એન્ટ્રી


છેલ્લા બે મહિનામાં 11 દર્દીએ એર એમ્બ્યુલન્સ સર્વિસનો લાભ લીધો


અગાઉ કોરોનાની લહેર શરૂ થઇ ત્યારે મેડિક્લ સ્ટોર્સ દ્વારા પૂરી પડાયેલી વિગતોના આધારે ૫૮૦૦ જેટલા સંભવિત કોરોના દર્દીને શોધીને સારવાર કરી શકાઇ હતી. એનઆઇસી અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના સંયુક્ત પ્રયાસોથી આ એક વિશેષ એપ તૈયાર કરાઇ હતી. કોરોનાની પહેલી લહેર વખતે ગાંધીનગર, ખેડા, મહેસાણા, પોરબંદર, સાબરકાંઠા, જુનાગઢ, સુરત, દેવભૂમિ દ્વારકા અને વડોદરા જેવા નવ જિલ્લા એપના ઉપયોગ માટે પસંદ કરાયા હતા. આ એપમાં મેડિક્લ સ્ટોર સંચાલકોએ ફરજિયાત તાવ શરદી અને ઉધરસની ડાયરેક્ટ દવા લેવા આવતા નાગરિકોની સંપૂર્ણ ડિટેલ્સ એપમાં ભરવી પડશે, સમગ્ર રિપોર્ટ આરોગ્ય વિભાગ સુધી પહોંચાડવાની રહેશે. ખાસ કરીને કોઈ દર્દી કે વ્યક્તિ પ્રિસ્ક્રીપ્શન વિના દવા ખરીદે તો તેવી વિગતો એકત્ર કરવાની જવાબદારી પહેલાં હતી. સરકાર ફરીથી આ અમલવારી કરી શકે છે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube