કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, વાજતે-ગાજતે નીકળ્યા વરઘોડા
ગુજરાતના ગુનેગારો અને સામાન્ય લોકોને કનડગત કરતાં સડકછાપ ગુંડાઓ તમે સુધરી જ જજો. નહીં સુધર્યા તો તમારા માટે હાલ ખરાબ સમય ચાલી રહ્યો છે. ગુજરાત પોલીસે તમને સુધારવા માટે મજબૂત મન બનાવી જ લીધું છે. વીણી વાણીને તમને સુધારવાનું કામ ગુજરાતમાં પુરજોશમાં ચાલુ જ છે.
Gujarat Police: ગુજરાતમાં ગુનાખોરી કરતાં અને નિર્દોષ લોકોને હેરાન કરતાં ગુનેગારો તમે સુધરી જશો. જો ગુનો કર્યો તો પોલીસ તમને નહીં છોડે. પાતાળમાં પણ સંતાઈ જશો તો પોલીસ શોધી કાઢશે અને એવી દશા કરશે કે તમારી દિશા બદલાઈ જશે. તમારા ચાલવાની ચાલ બદલાઈ જશે કારણ કે હમણાં પોલીસે ગુનાખોરોને સુધારવાનું જાણે મન બનાવી જ લીધું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી તમે ગુનેગારોએ પોલીસની મજબૂત મહેનગતિને જોઈ જ હશે.
- ગુજરાતના ગુનેગારો સુધરી જજો
- ટપોરીઓના તૂટી રહ્યા છે ટાંટિયા
- મારામારી કરી તો પડશે મજબૂત માર
- તોડફોડ કરી તો તુટી જશે હાડકાં
- સડકછાપ ગુંડાઓ થઈ જજો સાવધાન
- ગુંડાગીરી નહીં પણ ગાંધીગીરી કરો
ગુજરાતના ગુનેગારો અને સામાન્ય લોકોને કનડગત કરતાં સડકછાપ ગુંડાઓ તમે સુધરી જ જજો. નહીં સુધર્યા તો તમારા માટે હાલ ખરાબ સમય ચાલી રહ્યો છે. ગુજરાત પોલીસે તમને સુધારવા માટે મજબૂત મન બનાવી જ લીધું છે. વીણી વાણીને તમને સુધારવાનું કામ ગુજરાતમાં પુરજોશમાં ચાલુ જ છે. ગુનો કર્યો તો પોલીસ એવી મહેમાનગતિ તમારી કરશે કે તમારી ચાલ અને ચલગત બધુ જ બદલાઈ જશે. છેલ્લા કેટલાક સમયથી તમે જોઈ પણ હશે. રોજ પોલીસ આરોપીઓનો વાજતે ગાજતે વરઘોડો કાઢે છે. હથિયારો લઈને ફરતાં આરોપીઓ બે જોડીને માફી માગતા નજરે પડે છે. નાસતા ફરતાં આરોપીઓ સરખી રીતે ચાલી પણ નથી શક્તા.આ જ ગુજરાત પોલીસની મહેમાનગતિ છે.
ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગે નક્કી કરી જ લીધું છે કે હવે કોઈ ગુનેગારોને છોડવામાં નહીં આવે, ગુંડાતત્વોને સીધા દોર કરી જ નંખાશે, મવાલીઓને મોકળું મેદાન નહીં જ મળે, પોલીસ એક પણ લુખ્ખાતત્વોને ચાન્સ નહીં આપે, સ્ટંટ કર્યા તો પોલીસ હવા કાઢી નાંખશે, તોડફોડ કરી તો બુલડોઝર ફરશે જ, ખોટા કામ કર્યા તો સરઘસ અવશ્ય નીકળશે, ચોરી-ચપાટી કે મારામારી કરી તો મર્યા સમજો.
- હાલ મક્કમ છે પોલીસ
- હવે કોઈ ગુનેગારોને છોડવામાં નહીં આવે
- ગુંડાતત્વોને સીધા દોર કરી જ નંખાશે
- મવાલીઓને મોકળું મેદાન નહીં જ મળે
- પોલીસ એક પણ લુખ્ખાતત્વોને ચાન્સ નહીં આપે
- સ્ટંટ કર્યા તો પોલીસ હવા કાઢી નાંખશે
- તોડફોડ કરી તો બુલડોઝર ફરશે જ
- ખોટા કામ કર્યા તો સરઘસ અવશ્ય નીકળશે
- ચોરી-ચપાટી કે મારામારી કરી તો મર્યા સમજો
પોલીસે છેલ્લા કેટલાક સમયથી કરેલી મજબૂત મહેમાનગતિને પણ તમે બરાબર જોઈ લો...અને ગુનેગારોને પણ તમે ઓળખી લો...તો આ છે અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટના આરોપીઓ. ચાંદખેડાના શિવમ રો હાઉસમાં પાર્સલ બ્લાસ્ટ કર્યો. પરંતુ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને ઝડપી લીધા અને વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો.
- પાર્સલ બ્લાસ્ટના આરોપી
- આરોપીઓનો વરઘોડો
- પોલીસે કરી મહેમાનગતિ
- આરોપીઓને બદલાઈ ચાલ
તો જે મિલકત પર બુલડોઝર ફરી રહ્યું છે તે સમીર શેખનું ઘર છે. આ એ જ અપરાધી છે જેણે ફઝલ શેખની સાથે મળી રખિયાલમાં ખુલ્લેઆમ હથિયારો લહેરાવ્યા હતા. વિસ્તારમાં તાંડવ મચાવ્યો હતું. પરંતુ પોલીસે પહેલા તો તાંટિયા તોડ્યા અને ત્યારપછી તેની ગેરકાયદે મિલકત તોડી પાડી.
- આરોપીઓના ઘરે બુલડોઝર
- ગેરકાયદે મિલકત તોડી પડાઈ
- આરોપીઓની આવી દશા થશે
- ગુનો કર્યો તો આવી દશા થશે
આવું કામ તો ગુજરાતમાં તમામ જગ્યાએ થઈ રહ્યું છે થતું રહેશે. ગુજરાત પોલીસ હવે કોઈને છોડવાના મુડમાં નથી. મારામારી કે પછી કોઈ પણ ગુનો કર્યો તો હવે મર્યા સમજો. તેથી જ ગુજરાતના ગુડાઓ અને દાદાઓએ હવે સુધરી જવું જોઈએ. બાકી પોલીસ તો પોતાનું કામ મજબૂતિથી કરતી જ રહેશે.
- કાન ખોલીને સાંભળી લેજો ગુનાગોર...!
- ગુનેગારોની થઈ રહી છે મોજથી મહેમાનગતિ
- આરોપીઓના વાજતે-ગાજતે નીકળ્યા વરઘોડા
- ગુજરાતમાં ગુનો કર્યો તો મર્યા સમજો
- મવાલીઓની નહીં મળે મોકળું મેદાન