મૌલિક ધામેચા/અમદાવાદ : દાણીલીમડામાં ગેરકાયદેસર યુરિયા ખાતરનો ઉપયોગ કરીને કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધારે તપાસ આદરી છે. કેમિકલ બનાવીને બીજા રાજ્યોમાં વેંચતા હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. હાલ તો પોલીસે ફેક્ટરીના માલિકની શોધખોળ આદરી છે. જો કે હાલ માલિક ફરાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ કેસનો રાફડો ફાટ્યો છે, બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે લાખો પ્રવાસીઓનો રાફડો ફાટ્યો


દાણીલીમડામાં પ્રભુદાસ એસ્ટેટમાં રાજસ્વી ફેકટરીમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરીને કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. પોલીસે બાતમીના આધારે રેડ કરતા 276 થેલીઓ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો ગેરકાયદેસર રાખેલો હોવાથી પોલીસે ફેકટરીના મેનેજર જયેશ સોલંકીની ધરપકડ કરી હતી. જ્યારે ફેક્ટરીના માલીક પુષ્પરાજ રાજસ્વીની શોધખોળ શરૂ કરી છે. આરોપી યુરિયા ખાતરથી કેમિકલ બનાવીને બીજા રાજ્યોમાં દોરી બનાવવાની ફેકટરીમાં વેંચતા હતા.


સાસુએ દિકરીને કહ્યું જમાઇ સાથે જો તને મજા ન આવતી હોય તો હું તેમની સાથે એકવાર...


આ કેમિકલનો ઉપયોગ દોરીને મજબૂત બનાવવા થાય છે. જેમા યુરિયા ખાતર, એકીલા માઇડ કલર, અને રિયાઝ સાઇઝર પીએફ નામનું કેમિકલ ભેળવીને કેમિકલ બનાવીને વેચાણ કરે છે. આરોપીઓ રાધનપુરથી યુરિયા ખાતરનો જથ્થો લાવતા હતા. છેલ્લા 7 વર્ષથી ગેરકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો લાવીને કેમિકલ બનાવીને જુદા જુદા રાજ્યોમાં કેમિકલ સપ્લાય કરતા હોવાનો ખુલાસો થયો. સબસીડી યુરિયા ખાતરનો ગેરકાયદેસર ઉપયોગ કરવાને લઈને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી જયેશ સોલંકીની પૂછપરછ શરૂ કરી.


જામનગર રેગિંગકાંડમા કડક એક્શન લેવાયા, 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા


યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગને લઈને મુખ્ય સુત્રધાર ફેકટરીનો માલિક પુષ્પરાજ રાજસ્વી ફરાર છે. જેની ધરપકડ ને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત રાધનપુરમાંથી યુરિયા ખાતર કોની પાસેથી લાવતા હતા તે અંગેની તપાસ આદરી છે. ઉપરાંત અન્ય કેટલા આરોપીની સંડોવણી છે તે તમામ મુદ્દે પોલીસ વધુ તપાસ શરૂ કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube