VIDEO: રાજકોટના આ કલાકારની અનોખી કળા, રોજિંદા જીવનની વસ્તુઓને વાજિંત્ર બનાવી રેલાવે છે સૂર
રાજકોટના કારીગરની અદભુત કલા જોઈ ભલભલાને આશ્ચર્ય થાય છે. હાર્મોનિયમ, માઉથઓર્ગન, પિયાનો કે ફ્યુટ જેવા કોઈ પણ સંસાધનો વિના પોતાના મુખની કલા વડે મ્યુઝિક વગાડે છે. વેસ્ટ વસ્તુને બેસ્ટ બનાવી પોતાના મુખની કારીગરાય વડે મ્યુઝિક વગાડે છે.
ઝી બ્યુરો/રાજકોટ: કહેવાય છે કે, કલાને કોઈ સીમાડા નથી હોતા અને તે કોઈની મોહતાજ નથી. આજે અમે તમને એક એવા વ્યક્તિ સાથે મળાવવા જઈ રહ્યા છે, જેણે આ વાતને સાર્થક કરી છે.રાજકોટના મયુદ્દીનભાઈ નામના કલાકાર ચલણી નોટ, દાંતિયો સહિતની વસ્તુઓમાંથી વાજિંત્ર જેવા સૂર કાઢી શકે છે. સામાન્ય રીતે કોઈપણ મ્યુઝિક વગાડવા માટે અલગ અલગ વાજિંત્રોની જરૂર પડતી હોય છે. પરંતુ મયુદ્દીનભાઈ માટે તો રોજિંદા વપરાશમાં આવતી વસ્તુઓ જ તેમનું વાજિંત્ર છે. અને એ એટલી સરસ રીતે વગાડે છે કે, લોકો સાંભળીને દંગ રહી જાય છે.
સુરતમાં ફરી લાલબત્તી સમાન કિસ્સો; ગરોળી ચાવી ગયા બાદ હવે અઢી વર્ષનું બાળક પર ગરમ દાળ
આવુ મ્યૂઝિક તમે પહેલા કદાચ નહી સાંભળ્યું હોય. આ કલાકારની અદ્ભુત કલા જોઈને તમે પણ ચોંકી જશો. સામાન્ય રીતે કોઈપણ ગીત પાછળ મ્યુઝિક વગાડવા માટે અલગ અલગ સંસાધનોની જરૂર પડતી હોય છે. પરંતુ રાજકોટના કાકાએ તો ખરેખર કમાલ કરી દીધી હોં. આ વ્યક્તિ દાંતિયો, પ્લાસ્ટિકની કોથળી, દવાની સ્ટ્રીપ સહિતની વેસ્ટ વસ્તુને આ કારીગર તેનો બેસ્ટ રીતે ઉપયોગ કરવાનું ટેલેન્ટ ધરાવે છે. આ વ્યક્તિનું કહેવું છે કે, આઠ વર્ષની ઉંમરથી જ સંગીત પ્રત્યે લગાવ છે.
આ પ્રકારનો પ્રથમ કેસ! અમદાવાદમાં હાઈબ્રીડ ગાંજા કેસમાં મોટો ખુલાસો, આ રીતે કરતો ધંધો
રાજકોટના કારીગરની અદભુત કલા જોઈ ભલભલાને આશ્ચર્ય થાય છે. હાર્મોનિયમ, માઉથઓર્ગન, પિયાનો કે ફ્યુટ જેવા કોઈ પણ સંસાધનો વિના પોતાના મુખની કલા વડે મ્યુઝિક વગાડે છે. વેસ્ટ વસ્તુને બેસ્ટ બનાવી પોતાના મુખની કારીગરાય વડે મ્યુઝિક વગાડે છે. દાંતિયો, પ્લાસ્ટિકની કોથળી, દવાની સ્ક્રીપ્ટ સહિતની વેસ્ટ વસ્તુને આ કારીગર તેનો બેસ્ટ રીતે ઉપયોગ કરવાનો ટેલેન્ટ ધરાવે છે. આઠ વર્ષની ઉંમરથી જ સંગીત પ્રત્યે લગાવ છે.
સુરતમાં ધો. 10 અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત, પરિવારે ચલાવ્યું એવું જુઠ્ઠાણું કે.