તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ દર્દી દાખલ જ નથી કરતી કારણ જાણીને ચોંકી ઉઠશો
જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકામાં આરોગ્ય સેવા મળી રહે તે માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર તો છે પણ આરોગ્ય કેન્દ્રમાં પાણીની વિકટ સમસ્યાને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. છેલ્લા બે મહિનાથી પીવાના પાણી સમસ્યાને કારણે સ્થાનિકો દ્વારા પાણી પુરવઠા વિભાગ સહીત સત્તાધીશોને અનેક રજુઆત કરી હોવા છતાં આજ દિન સુધી પ્રશ્ર્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. લોકો પીવાના પાણી માટે હાલ પણ પરેશાની ઉઠાવી રહ્યા છે.
પાટણ : જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકામાં આરોગ્ય સેવા મળી રહે તે માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર તો છે પણ આરોગ્ય કેન્દ્રમાં પાણીની વિકટ સમસ્યાને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. છેલ્લા બે મહિનાથી પીવાના પાણી સમસ્યાને કારણે સ્થાનિકો દ્વારા પાણી પુરવઠા વિભાગ સહીત સત્તાધીશોને અનેક રજુઆત કરી હોવા છતાં આજ દિન સુધી પ્રશ્ર્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. લોકો પીવાના પાણી માટે હાલ પણ પરેશાની ઉઠાવી રહ્યા છે.
ઋષિ વિશ્વામિત્રની નદી થઈ મેલી, આખા વડોદરાની વચ્ચેથી વહે છે પ્રદૂષિત નદી
પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકો અંતરિયળ વિસ્તાર છે. આ વિસ્તારમાં આરોગ્યની સેવા 24 ગામના લોકોને મળી રહે તે માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે. છેલ્લા બે મહિનાથી આરોગ્ય કેન્દ્રમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. જેના કારણે દર્દીઓ તેમજ તેમના સગાવાલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સામુહિક કેન્દ્રમાં પાણીની લાઈન તો છે પણ બે મહિનાથી કોઈ કારણથી પાણી ન મળતું હોવાને લઇ ડિલીવરી દરમ્યાન આવેલ મહિલાઓને પ્રસુતિ બાદ તાત્કાલિક રજા આપી દેવામાં આવે છે. મહિલા દર્દી સાથે બાળકનો જીવ પણ જોખમમાં મુકાય છે. સરકારના નિયમ મુજબ પ્રસુતા મહિલાને ડિલીવરી બાદ 48 કલાક પછી હોસ્પિટલમાંથી રજા આપવાનો નિયમ છે. જો કે સાંતલપુર સામુહિક કેન્દ્રમાં પાણીના અભાવને કારણે પ્રસુતાને ડિલિવરી બાદ તાત્કાલિક રજા આપી દેવામાં આવે છે. હાલ આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત મુજબ પાણીના ટેન્કરો મંગાવીને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતના વિદ્યાર્થીઓનું નસીબ જ ફૂટેલુ છે, વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લિક થયું
સાંતલપુર તાલુકાના 24 ગામોને આરોગ્ય સેવા પુરી પાડતી સરકારી રેફરલ હોસ્પિટલમાં પાણીની સમસ્યાને પગલે દર્દીઓ ભારે હાલાકી ભોગવી પડી રહ્યા છે. જે અંગે સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે મહિનાથી પાણીની સમસ્યા છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓને પાણીની સમસ્યાને કારણે કોઈ દર્દીને દાખલ કરવામાં આવતા નથી. પાણીની સમસ્યા અંગે પાણી પુરવઠા વિભાગમાં રજુઆત કરતા હાલ તો હોસ્પિટલમાં ટેન્કરો દવારા પાણી પહોંચાડવામાં આવે છે. જો કે આટલું પાણી પર્યાપ્ત નથી. પાણીની અગવડ તો યથાવત છે. હોસ્પિટલમાં મહિનાની ઓપીડી 3000 થી વધુ અને ડીલીવરી કેસ મહિનાના 27 વધુ છે છતાં આરોગ્ય કેન્દ્રમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો અભાવ હોવાનું મેડિકલ ઓફિસર જણાવી રહ્યા છે. પાણીની સમસ્યાને લઇ આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આરોગ્ય કેન્દ્રમાં ટેન્કર રાજ ક્યારે ખતમ થશે અને પૂરતા પ્રમાણમાં પાણી ક્યારે મળશે તે તો જોવાનું રહ્યું. હોસ્પિટલમાં પુરવઠ્ઠો નથી મળી રહ્યો તેવું સમજીને પાણી પુરવઠ્ઠાના ઢોર અધિકારીઓ ક્યારે જાગશે તે પણ જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube