અમદાવાદમાં સવારે ન્હાવા માટે ગયેલા વૃદ્ધનું અચાનક મોત, કારણ જાણી ચોંકી ઉઠશો
અમદાવાદઃ શહેરના અખબારનગર વિસ્તારમાં બાથરૂમની દિવાલ ધસી પડતાં એક આધેડનું મોત થયું હતું. અમદાવાદના અખબાર નગર વિસ્તારના સ્વામિનારાયણ પાર્કમાં રહેતા રાકેશભાઈ પટેલ આજે નહાવા ગયા ત્યારે અચાનક જ બાથરૂમની દિવાલ પડી જતા રાકેશ પટેલનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સ્વામિનારાયણ પાર્કની બિલકુલ બાજુમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર 2 Bhk અને 3 BHK નું બાંધકામ ચાલુ હતું. જેને લગોલગ આવેલી સ્વામિનારાયણ પાર્ક સોસાયટી આવેલી છે. ચેરમેનના રાજેશ દવેનાં અનુસાર સાઈટ પર કામગીરી ચાલી રહી હતી. બાજુની સોસાયટી દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સોસાયટીના Q બ્લોક લગોલગ બાંધકામ ચાલી રહ્યું હતું. તેમ છતા પણ ખોદકામ ચલાવાઇ રહ્યું હતું.
સ્વામિનારયણ પાર્કમાં રહેતા અને ચેરમેનનું કહેવું છે કે, આ ઘટના બાદ અમે Q બ્લોકને ખાલી કરાવી દીધો છે. સાંજે બિલ્ડર જે પરિવાર છે તેમને સહાય મળે એ માટે પણ અમે મીટીંગ કરવાના છીએ. જો કે આ ઘટનામાં વાંક બિલ્ડરનો છે, કોઈપણ પ્રકારે સોસાયટીને જાણ કરી નહિ આ બ્લોકના પાયા દેખાવા માંડ્યા ત્યાં સુધી કોઈ આગળ વધ્યું નહિ. હાલ પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે.
બીજી તરફ અમદાવાદ મ્યુ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની પશ્ચિમ વિભાગના આસિસ્ટન્ટ ટીડીઓ હિતેન્દ્ર મકવાણાના કહેવા પ્રમાણે આગામી સમયમાં બિલ્ડરને શો કોઝ નોટિસ આપીને ખુલાસો માંગ્યો છે. પોલીસ વિભાગ પણ આ અંગે કાયદાકીય પગલાં લેશે. ટુંક સમયમાં તમામ વિભાગો દ્વારા કાર્યવાહી કરશે.