મૌલિક ધામેચા/ગાંધીનગર : ભાટ ગામ નજીક પોતાના 8 વર્ષના દીકરાની સારવાર કરાવી ઘનશ્યામસિંહ ઘરે જઈ રહ્યા હતા ત્યારની આ ઘટના છે. જ્યારે તેઓ ભાટ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નર્મદા કેનાલ પર ટોળું ઊભેલું જોયું. તેઓએ તપાસ કરતા કોઈ વ્યક્તિ નર્મદા કેનાલમાં ડૂબી રહ્યો હતો. ઘનશ્યામસિંહએ પળવારનો પણ વિચાર કર્યા વગર પોતાની ગાડીમાંથી પક્કડ લઈ કેનલ પર પહોંચ્યા. કેનાલ પર ફેંસિંગ કરી લગાવેલા તાર કાપ્યા. અને ત્યાં ઉભેલા એક-બે લોકોની મદદથી તેઓ તાર વડે કેનાલમાં ઉતર્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિપ્રસાદ સ્વામીજી પંચમહાભુતમાં વિલિન, લાખો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીને ભીની આંખે વિદાય આપી


કેનાલમાં ડૂબી રહેલા 40 વર્ષીય રાજેન્દ્રસિંહ રાજપૂતનો જીવ બચાવ્યો. રાજેન્દ્રના પત્ની એક વર્ષ અગાઉ ડિપ્રેશનમાં હોઈ તેઓ પોતાનું જીવન ટુકવવા કેનાલમાં પડ્યા હતા. પરંતુ ઘનશ્યામસિંહની સમય સુચકતા અને સુજબૂજના કારણે તેઓનો જીવ બચી ગયો. આ ઘટના બાદ ઘનશ્યામસિંહ પોતાના પુત્રને ઘરે મૂકી પરત ફરી રહ્યા હતા ત્યારે ફરી એવી ઘટના જોવા મળી. કેનાલ પર ટોળું ઉભું હતું. અને એક વ્યક્તિ ડૂબી રહ્યો હતો. કેનાલ પાસે કાપેલા પડેલા ફેંસિંગના એ તારની મદદથી ફરી ઘનશ્યામસિંહ કેનાલમાં ઉતર્યા અને ડૂબતી વ્યક્તિનો જીવ તેઓએ બચાવ્યો. 


સુરતના ડાયમંડ કિંગે મુંબઈમાં ખરીદ્યો 185 કરોડનો આલિશાન બંગલો


વિસનગરના રહેવાસી 84 વર્ષીય ઈશ્વરભાઈ પંડ્યા શ્વાસની બીમારીથી પીડાતા હતા અને અંતે કંટાળી જઈ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ACBના અધિકારીના જણાવ્યા અનુસાર ઘનશ્યામસિંહ જાડેજા ACB ના જોઈન્ટ ડાયરેકટરના કમાન્ડો તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાના બીમાર દીકરાની સારવાર કરાવી ઘરે જતા હતા એ સમયે કેનાલમાં ડુબતા લોકો બચાવ્યા છે. તેઓએ ઘનશ્યામસિંહની આ બહાદુરીભરી કામગીરીને બિરદાવી હતી સાથે તેઓએ ઉમેર્યું કે ACB પ્રાઇમમિનિસ્ટર્સ મેડલ ફોર લાઈફ સેવિંગ માટે ડિપાર્ટમેન્ટમાં દરખાસ્ત કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube