* ડેટાની વિશાળ દુનિયા
* હેકર અને સાયબર ટેરેરિસ્ટ ડેટાનુ ખુબજ મહત્વ
* ડેટાચોરી કરી હેકરો કમાય છે કરોડો રૂપિયા
* ડીલરો ,બીઝનેસ અને હોટેલ લીસ્ટનો ડેટા પણ વેચે છે હેકર્સ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : સાયબર ક્રાઈમની દુનિયા ડેટા પર આધારિત હોય છે. જેટલો સાચો અને પુરતો ડેટા તેટલો ગુનો વધુ સરળ. સાયબર ક્રાઈમમાં ડેટાની દુનિયા ખુબ જ વિશાળ હોય છે. જે સાયબર હેકર અને ગુનેગારો માટે ખુબ જ મહત્વની પણ હોય છે. અવારનવાર લોકોને ફેક કોલ આવતા હોય છે અને લોકો સાથે લખો રૂપિયાની ચીટિંગ થતી હોય છે. પરંતુ શું છે, ડેટાની દુનિયા અને કેવી રીતે ડેટા ચોરી થઇ રહ્યા છે આવો જાણીએ.


પોતાની બહેનને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા જોઇ ગયેલા ભાઇએ વર્ષો પછી કર્યો એવો કાંડ કે...


જેમ જેમ જમાનો બદલાઈ રહ્યો છે એ રીતે ગુનેગારોની ગુનો કરવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. આધુનિક યુગમાં ડેટા ચોરીનું બહુ મોટુ રેકેટ ચાલી રહ્યું છે. જેમાં અનેક લોકોના કિંમતી ડેટા ચોરાઈ જતા હોય છે. જેને કારણે લોકોને મોટું નુકશાન ભોગવવાનો વખત આવતો હોય છે. સાયબર એક્ષ્પર્ટ ખુબ જ ચાલાકીથી ડેટા ચોરી કરતા હોય છે. કોઈનો કિંમતી ડેટા જ ચોરી કરી તેને બજારમાં વેચી મોટી કિંમતે ઓનલાઈન વેચાય જાય છે. મહત્વની વાત તો એ છે કે વર્ચ્યુઅલ દુનિયામાં ડેટા ખરીદનાર કે વેચનાર એકબીજાને ઓળખતા પણ નથી હોતા.


Ahmedabad: BJP ના ઉમેદવાર વગર પ્રચારે કે વગર મતદાને જીતી ગયા, શું છે કારણ?


સવાલ એ છે કે, ડેટાની ચોરી કરે છે કોણ? તો અમે તમને બતાવી દઈએ કે રશિયા અને યુક્રેન જેવા દેશોમાં બેઠેલા હેકર્સ આ ડેટાની ચોરી કરતા હોય છે અને બાદમાં એ ડેટા સોશિયલ મિડીયાના ગ્રુપમાં ઓનલાઈન બજારમાં વેંચતા હોય છે. મુખ્યત્વે કોઈપણ બ્રાન્ડ હોય છે તેના કસ્ટમરનો ડેટા, બિઝનેશ ડેટા, ટુરિઝમને લગતા હોટેલ અને ફરવા લાયક સ્થળો ક્યાં વધારે પસંદ પડે છે.કોઈ મોટી કંપનીના મોટા ડીલરો અંગેનો ડેટા ચોરી કરવામાં આવે છે.અને તમામ ડેટાની એક કિમંત નક્કી કરી ઓનલાઈન માર્કેટમાં તેમે વેચાણ માટે મુકવામાં આવે છે. 


Gujarat Corona Update: નવા 234 કેસ, 353 દર્દી રિકવર થયા, 9 જિલ્લામાં એક પણ કેસ નહી


જમાના સાથે ગુનેગારો પણ ચાલાક અને અપડેટ થઇ રહ્યા છે. પહેલા પોલીસ ખાનગી બાતમીના આધારે ગુનેગારો સુધી પહોંચતી હતી.. પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ગુનો કરતા ગુનેગારો સુધી પહોંચવું પોલીસ માટે પણ કપરા ચઢાણ બરાબર સાબીત થઇ રહ્યું છે. કારણ કે ડાર્કવેબ નો ઉપયોગ કરનાર આરોપી પોતાની ફુટ પ્રિન્ટ નથી છોડતા જે પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube