નવનિત દલવાડી/ ભાવનગર: ભાવનગરમાં (Bhavnagar) વધુ એક વ્યાજખોરોના (Usurers) આતંકની ઘટના સામે આવી છે. ભાવનગરના પાલિતાણામાં  વ્યાજના પૈસાની (Money Lending) ઉઘરાણી મામલે બે શખ્સો દ્વારા યુવાનને જીવતો સળગાવવામાં આવ્યો છે. પૈસાની લેતીદેતી મામલે યુવાન પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવવામાં (Youth Burnt Alive) આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. યુવાનની હાલત ગંભીર હોવાથી ભાવનગરની હોસ્પિટલમાં (Bhavnagar Hospital) ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ, પાલિતાણાના (Palitana) પચાસ વારીયા હુસેન ચોક પાસે રહેતા મહેબુબશાહ પઠાણ છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવતો હતો. જો કે, તેણે પાલિતાણામાં જ રહેતા અને વ્યાજે નાણા ધિરનાર શખ્સો (Money Lenders) પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. પરંતુ કોરોના મહામારીને કારણે આર્થિક સંકડામણમાં આવી જતા મહેબુબશાહ પઠાણ સમયસર વ્યાજના પૈસા ચૂકવી શક્યો ન હતો. જેના કારણે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- OMG! મુખમૈથુન દરમિયાન ઉત્તેજીત મહિલા ગળી ગઈ Condom, પછી થયું કંઇક આવું


જો કે, ગઇકાલે આ વ્યાજખોરોએ હિસાબ ચૂકતે કરવાનું કહીં મહેબુબશાહને બોલાવ્યો હતો. આ બંને શખ્સોએ મહેબુબશાહને માર માર્યો હતો. જો કે, તેમાંથી એક શખ્સે તો પેટ્રોલ છાંટી મહેબુબશાહને જીવતા સળગાવી (Youth Burnt Alive) દેવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયાહતા. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને મહેબુબશાહનો જીવ બચાવ્યો હતો અને તાત્કાલીક ધોરણે યુવાનને પ્રથમ તો પાલિતાણાની હોસ્પિટલમાં (Palitana Hospital) ખસેડવામાં આવ્યો હતો.



(ઇજાગ્રસ્ત યુવાન મહેબુબશાહ પઠાણ)


આ પણ વાંચો:- કોરોના વેક્સીન બાદ કેટલું સલામત છે સેક્સ કરવું? જાણો એક્સપર્ટનો અભિપ્રાય


મહેબુબશાહની સ્થિતિ વધુ ગંભીર જણાતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ભાવનગર પોલીસ પૂછપરછ કરતા હોસ્પિટલના બિછાનેથી મહેબુબશાહ પઠાણે જણાવ્યુ હતું કે પૈસાની બાબતે બે શખ્સોએ તેને બોલાવી તેના પર પેટ્રોલ છાંટી સળગાવવામાં આવ્યો હતો. જો કે, આ મહેબુબશાહનું શરીર 90 ટકાથી વધુ દાઝી ગયું હોઈ સારવાર કરતાં તબીબોએ યુવાનની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube