રાજુલા : ભાઇબીજના દિવસે મજાદર ગામના તળાવમાં યુવક ડુબ્યો
મજાદર ગામમાં યુવાન ડુબ્યોને તંત્રને જાણ કરવામાં આવી છતા કોઇ નહી ફરકતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે
અમરેલી : રાજુલાના મજાદર ગામ માટે ભાઇબીજનો દિવસ આઘાતજનક રહ્યો હતો. મજાદર ગામે 21 વર્ષના યુવાનનો પગ લપસતા તળાવમાં ડુબી ગય હતો. ગ્રામજનોને આ અંગે જાણ થતા યુવાનની શોધખોળ હાથ ધરી છે. ગ્રામજનો દ્વારા યુવાનને તળાવની બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે તંત્રને જાણ કરવા છતા કોઇ અધિકારી કે કર્મચારી ફરક્યું નહોતું. જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત: રોડ પર જઇ રહેલા યુવકના હાથમાંથી જ મોબાઇલ ઝુંટવી લૂંટારૂઓ ફરાર
સુરત : ઉમરાહ મોકલવાનાં બહાને ટૂર સંચાલક 50 લાખનો ચૂનો ચોપડી રફુચક્કર
ગ્રામજનોએ જ રેસક્યું ઓપરેશન હાથ ધરી યુવકની લાશને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. તળાવમાંથી બહાર કાઢ્યા બાદ તેને પીએમ માટે હોસ્પિટલે ખસોડાયો હતો. જો કે 21 વર્ષનો યુવાનો ડુબી જતા ગામના લોકોમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. બીજી તરફ તંત્રની કોઇ વ્યક્તિ નહી ફરકતા રોષ પણ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા આ ગામ સાથે પહેલાથી જ આ પ્રકારનું ઓરમાયુ વર્તન થાય છે.