રક્ષિત પંડ્યા/રાજકોટ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં દિવસે જ મહિલાઓ સાથે સોશીયલ મીડિયા દ્વારા પજવણી કરતા શખ્સને રાજકોટ પોલીસે ઝડપી લીધો હતો. આરોપીની સગાઇ તુટી ગઇ હોવાથી પૂર્વ મંગેતર અને તેનાં ભાઇને હેરાન કરતા સોશ્યલ મિડીયાનાં ન્યુડ પેઇજ પર મોબાઇલ નંબર ચડાવી દીધા હતા. જોકે પોલીસમાં ફરીયાદ થતાની સાથે જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શખ્સનું નામ છે અંકિત બાબુ હરસોરા. અંકિત પર આરોપ છે તેની પૂર્વ મંગેતર અને તેનાં ભાઇની સોશ્યલ મિડીયા પર પજવણી કરવાનો. બાબરા પંથકમાં રહેતી યુવતી સાથે આરોપી અંકિતની સગાઇ થઇ હતી. જોકે મનમેળ ન થતા સગાઇ તુટી ગઇ હતી. ત્યારબાદ આરોપીએ ફરી સગાઇ કરતા તૈયારી દર્શાવી હતી જોકે યુવતીનાં પરિવારજનોએ તેને ફરી સગાઇ કરવાનો ઇનકાર કરી દીધો હતો.


પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉઠાવ્યો, સ્થાનિકો બોલ્યા રામ બોલો ભાઇ રામ


જેથી છેલ્લા ત્રણ મહિનાથી આરોપીએ ફેસબુક પર ચાંદની પરમાર નામનું બોગસ એકાઉન્ટ ખોલ્યું હતું અને પૂર્વ મંગેતર અને તેનાં ભાઇનાં નંબર ‘સેક્સી ભાભી’ નામનાં પેઇજ પર પોસ્ટ કરી દીધા હતા. એકા એક ફરીયાદી યુવતી અને તેનાં ભાઇને ફોનમાં બિભત્સ માંગણીઓ થતા ફોન આવવા લાગતા ચોંકી ઉઠ્યા હતા અને પોલીસનો સંપર્ક કર્યો હતો.


ફિઝિક્સનું પેપર સારુ ન જતા ડિપ્રેશનમાં આવી 12 સાયન્સના વિદ્યાર્થીએ કર્યો આપઘાત


પોલીસે સાયબર ક્રાઇમની ટીમની મદદથી ફેસબુકની મદદ લીધી હતી અને લોકેશન આધારે ગુરૂપ્રસાદ ચોકમાં આવેલા આકાશગંગા એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત હરસોરાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં તેની પૂર્વ મંગેતર અને તેનાં પરીવારની બદનામી કરવા આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું. 


કેવી રીતે કર્યું કૃત્ય?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી અંકિત હરસોરા ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. સોશ્યલ મિડીયામાં આરોપી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો. ફેસબુક પર આવેલા ‘સેક્સી ભાભી’ નામનાં ફેસબુક પેઇજ પર ચાંદની પરમાર નામનાં ફેક આઇ.ડીનો ઉપયોગ કર્યો હતો અને પૂર્વ મંગેતર અને તેનાં ભાઇનાં મોબાઇલ નંબર અપલોડ કર્યા હતા. હાલ પોલીસે આરોપીનો મોબાઇલ કબજે કરી ફેસબુકને આ પ્રકારનાં પેઇજ બંધ કરવા પોલીસે પત્ર લખ્યો છે.



હાલ તો પોલીસે આરોપીને જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. જોકે પોલીસને જોતાની સાથે જ આરોપી રડી પડ્યો હતો અને પોતાની ભુલનો સ્વિકાર કરી લીધો હતો. પોલીસનાં કહેવા મુજબ, આરોપીની સગાઇ તુટી જતા તેની પૂર્વ મંગેતરની બદનામી કરવા આ કૃત્ય કર્યું હોવાનું સામમે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે.