ધવલ પરીખ/નવસારી: વિધર્મીઓ દ્વારા પ્રેમ, બળ, છળ, કપટ કરીને હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ચલાવતા લવ જેહાદ જેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નવસારીના ખેરગામ ગામના રીઢા ગુનેગાર વિધર્મીએ હિન્દુ સગીરાને ધમકાવી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ. સાથે તેની સાથે લગ્ન કરવા હોય તો ઇસ્લામ કબૂલ કરવા કહી, હિન્દુ મુસ્લિમ વિવાદ ન થાય એટલે પોતાના હિન્દુ મિત્ર સાથે પીડિત સગીરાના લગ્ન કરાવી, તેને પોતાની સાથે લઈ ગયો હતો. જોકે સમગ્ર પ્રકરણમાં અન્ય યુવતીઓ સાથે પણ પરિણીત વિધર્મીના સંબંધો હોવાથી સગીરાએ વિધર્મીનો વિરોધ કરી ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ આરંભી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ સાંસદની કારને નડ્યો મોટો અકસ્માત, અચાનક નીલ ગાય ધડાકાભેર અથડાઈ


નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની સગીરાને વર્ષ 2019 ના ફેબ્રુઆરીથી ખેરગામના પરિણીત વિધર્મી અસીમ નિઝામ શેખે બજારમાં આવતા જતા તેનો પીછો કરી તેની સાથે મિત્રતા કેળવવા કોઈકની પાસેથી તેનો મોબાઈલ નંબર મેળવી તેને મેસેજ, ફોન કરીને તેને ધમકાવી મિત્રતા કેળવી હતી. બાદમાં બજારમાં તેને અટકાવી તેની છેડતી કરી, સગીરાને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો. અસીમથી કંટાળી યુવાન વયે પહોંચેલી પીડિતા અભ્યાસ અર્થે વડોદરા ગઈ, તો ત્યાં તેની પાસે પહોંચી તેને તાબે ન થાય, તો તેને મારી, પોતે પણ મરી જવાની વાત કરી પીડિતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેને મિત્રના ઘરે લઈ જઈ ભોળવીને તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. 


જૂનના અંતમાં વરસાદ તૂટી પડશે તેવું કહેનારા અંબાલાલની ઘાતક આગાહી, જાણો જુલાઈ-ઓગસ્ટમાં


બીજી તરફ પીડિતા ઇસ્લામ કબૂલ કરે તો લગ્ન કરવાનું કહેતો હતો. દરમિયાન એકવાર ઉર્દૂમાં કંઈ બોલી પીડિતાને પોતાની બેગમ બનાવી હોવાનું જણાવ્યું હતું. એ સમય દરમિયાન અસીમ પીડિતાને વડોદરાની અલગ અલગ હોટલોમાં લઈ જઈ તેની સાથે મારપીટ કરી દુષ્કર્મ આચરતો હતો. પીડિતા વિરોધ કરે તો તેના શરીરે બચકા પણ ભરતો હતો. પીડિતા સાથેની અંગત પળોના અસીમે ફોટો અને વીડિયો પણ બનાવ્યા હતા. અસીમની કરતૂતોથી ત્રાસીને પીડિતાએ તેની આપવિતી માતા પિતાને જણાવી, તો તેમણે તેનો અભ્યાસ અધૂરો છોડવી ફરી ઘરે બોલાવી તેના લગ્ન કરવાના પ્રયાસો કર્યા હતા. 


2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જ સરકાર રચાશે! જાણો BJPના કયા નેતાએ કર્યો મોટો દાવો


જેમાં પણ પીડિતાના ભાવિ સાસુના મોબાઈલ ઉપર અસીમે પીડિતા સાથેની અંગત પળોના વીડિયો મોકલી લગ્ન તોડાવી નાંખ્યા હતા. જ્યારે અસીમ પીડિતાની દરેક ગતિવિધિ પર નજર રાખતો હતો. પીડિતાનું લોકેશન ટ્રેસ કરવા સાથે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ હેક કરાવ્યાથી પીડિતાએ તેની સાથે સંબંધ નહી રાખવા તેના ઘરે જઈ અસીમની પત્નીને જણાવ્યુ તો તેણે પણ કંઈ કહ્યુ ન હતું અને અસીમ સાથે ફોન પર વાત કરાવી હતી. 


જીવના જોખમે સ્ટંટ કરતા અમદાવાદી નબીરાનો VIDEO વાયરલ, મોપેડ પર કર્યા ભયંકર સ્ટંટ


બાદમાં અસીમે પીડિતા સાથે લગ્ન કરે તો હિન્દુ મુસ્લિમ વિવાદ થવાનું કારણ ધરી એક મહિલા વકીલના માર્ગદર્શનમાં બીલીમોરાના અને મિત્ર રોનક પટેલ સાથે પીડિતાના નવસારીના મહાદેવ મંદિરમાં લગ્ન કરાવી કોર્ટ મેરેજ કરાવવાની તૈયારી કરી હતી. પરંતુ પીડિતાએ વિરોધ કરતા તેને ખેરગામ પોલીસ મથકે મુકી ગયો હતો, જ્યાંથી પોલીસે પીડિતાને તેના માતા પિતાને સોંપી હતી. દરમિયાન માથાભારે પરિવાર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસીમ નિઝામ શેખ સામે પીડિતાએ ફરિયાદ આપતા ખેરગામ પોલીસે દુષ્કર્મ, પોસ્કો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


ચળકતા પીળા રંગના દેડકા દેખાતા લોકોમાં કુતૂહલ, જાણકારોના મતે હવે ચોમાસું કેવું રહેશે?


ખેરગામના બુટલેગર અસીમ શેખ સામે મારામારી, રાયોટિંગ સહિત વ્યાજખોરી મળી 5 થી વધુ ફરીયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. જેથી માથાભારે રીઢા ગુનેગાર અસીમ દ્વારા હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરવાની ફરિયાદ મળતા એક્શનમાં આવેલી નવસારી પોલીસે નવસારી LCB અને SOG પોલીસની મદદથી અલગ અલગ 4 ટીમો બનાવી આરોપી અસીમ શેખ અને તેના હત્યારોપી મિત્ર રોનક પટલેને પકડવાના પ્રયાસો આરંભ્યા છે. 


સુરતમાં ગઠિયાઓ બેફામ;લોભામણી લાલચમાં આવી જિમ ટ્રેનર સહિત 12 મિત્રો કરોડોમાં નાહ્યાં!


ઉલ્લેખનીય છે કે, હિન્દુ યુવતીઓને ફસાવવા માટે વિધર્મીઓ અનેક તરકીબ અજમાવતા હોય છે, ત્યારે આવા વિધર્મીઓથી અગાઉથી જ દુરી બનાવી યુવતીઓ પોતાનું જીવન બરબાદ થતા અટકવવા પોતે જ સજાગ બને એજ સમયની માંગ છે.