મોરબી : વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામે સેન્ટોસા સીરામીક નજીકથી યુવાનની હત્યા કરેલ લાશ મળી હતી.  જેથી પોલીસે યુવાનની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનની ઓળખ થતા જ મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને શોધવા માટે કવાયત આદરી હતી. જેના પગલે હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. મૃતક યુવાનને રૂપિયા લેવાના હોવાથી ઉઘરાણી બાબતે બોલાચાલી થઇ અને ફોનમાં ગાળાગાળી થતા તેની હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: રાયપુર ભજીયા હાઉસમાં આગ બાદ ભયાનક બ્લાસ્ટ, એક કલાકે આગ કાબુમાં આવી


ઢુવા ગામે સેન્ટોસા સીરામીક પાસે માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને નિર્મમ હત્યા કરાયેલો યુવાનનો મૃતદેહ મળ્યો હતો. જેથી મૃતકના ભાઇ તેની ડેડબોડીને રાજકોટ ખાતે લઇ ગયા હતા અને ત્યાં પીએમ કરાવ્યુ હતું. હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. જેથી મૃતકના ભાઈ પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલે (ઉ.વ.૨૪) બે શકદાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને જેની સામે ફરિયાદ નોંધાવી હતી. રાઘવેન્દ્રકુમાર રામકુમાર સેવા (ઉ.૨૪) રહે. હાલ કપટાઇલ્સ સીરામીક રાતીવીરડા મૂળ રહે. યુપી તથા અશ્ર્વીનભાઇ ઉગાભાઇ પગી જાતે ઠાકોર (ઉ.૨૧) રહે. હાલ લાટો સીરામીક સરતાનપર મૂળ રહે, મહીસાગર વાળાની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. 


વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં 19 વર્ષીય સુરતી યુવતીએ બાજી મારી, તોફાની દરીયાને કર્યો મ્હાત


મોરબી પોલીસના અનુસાર મૃતક યુવાન મદન કુંજબીહારી પાલ (ઉ.૨૦) રહે. હાલ મિલેનિયમ સીરામીકના લેબર કવાર્ટર  હોવાનું સામે આવ્યું હતું. આ ગુનાની તપાસ ચાલી રહી હતી. દરમ્યાન જેની સામે ફરિયાદ નોંધાવી હતી તેની પુછપરછમાં તેણે હત્યાની કબૂલાત આપી હતી. આરોપીઓએ કહ્યું હતું કે, અશ્વિનભાઇ ઉગાભાઇ પગી પાસે ૮૫૦૦ અને રાઘવેન્દ્રકુમાર રામકુમાર સેવા પાસેથી જેની હત્યા કરવામાં આવી તે યુવાનને ૫૦૦૦ રૂપિયા લેવાના હતા. જેના માટે તે અવાર નવાર ફોન કરતો હતો અને ગાળો આપતો હતો. એક વખત અશ્વિનભાઇ ઉગાભાઇ પગીનો ફોન ઘરે હતો ત્યારે ફોન કરત તેની પત્નીએ ફોન ઉપડયો હતો અને તેને મદને ગાળો આપી હતી. જેથી ઉશ્કેરાઇને તેની હત્યા કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube