રાજકોટઃ શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં જીમ સંચાલક અંકિત પરમાન નામના યુવક વિરુદ્ધ એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. અંકિતે ફેસબુક અને વોટ્સએપ દ્વારા એક યુવતી સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ તેને લગ્નની લાલચ આપી હતી. યુવતીને જીમમાં બોલાવી શટર બંધ કરી તેને માર મારીને દુષ્કર્મ આચર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુષ્કર્મ આચર્યા બાદ આપી ધમકી
યુવતી પર દુષ્કર્મ કર્યા બાદ અંકિતે ધમકી આપતા કહ્યું કે, તારા ફોટો અને વીડિયો વાયરલ કરી દઈશ આ સાથે તેણે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ તે શોસિયલ મીડિયા પર યુવતીને ગાળો આપીને તેની જ્ઞાતિ પ્રત્યે પણ અપમાનિત કરતો હતો. અંકિત પરમાર શહેરના ઢેબર રોડ પર ફિટનેસ સેન્ટર ચલાવે છે. યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 


યુવતીએ ફરિયાદમાં શું જણાવ્યું
યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેની જ્યારે અંકિત સાથે મિત્રતા થઈ ત્યારે તેણે અનુસૂચિત જાતિની હોવાનું જણાવી દીધી હતું. છતાં પણ અંકિતે તેને લગ્ન કરી લેશે તેવી લાલચ આવીને વિશ્વાસ સ્થાપિત કર્યો હતો. બાદમાં એક દિવસ તેને જીમમાં મળવા બોલાવી હતી. ત્યારબાદ તેણે જીમનું શટર બંધ કરી દીધું મને માર માર્યો અને વોશરૂમમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.