સુરત : અડાજણ વિસ્તારમાં ધોબીના ખાંચામાં અચાનક દુકાનમાં બ્લાસ્ટ અફડાતફડી થઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. બ્લાસ્ટ બાદ ગંભીર રીતે દાઝેલી હાલતમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે તે વ્યક્તિ જ્યારે તરફડીયા મારી રહ્યો હોય તેવો લાઇવ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતનાં અડાજણ વિસ્તારમાં મીત આર્ટ નામની દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. દુકાનમાં રેડિયમ કાર્ટિંગ મશીનની દુકાનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દુકાનમાં કામ કરનારા વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. બ્લાસ્ટનો વિસ્ફોટ થતા જ આસપાસનાં વેપારીઓ દોડી આવ્યા હતા. 


જો કે માનવતા મરી પરવારી હોય તેમ લોકો વીડિયો ઉતારતા રહ્યા હતા. આસપાસનાં લોકો પણ દોડી આવ્યા હતા. જો કે કોઇએ બચાવ કરવાનાં બદલે માત્ર વીડિયો ઉતાર્યો હતો. કોઇએ તે વ્યક્તિને બચાવવું મુનસીબ માન્યું નહોતું. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, તે વ્યક્તિ કણસી રહ્યો હતો તેમ છતા પણ કોઇ વ્યક્તિ તેને બચાવવા માટે આગળ નહોતું આવી રહ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube