મુસ્તાક દલ/જામનગર: જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ ગીગાભાઈ ભેલવાળા પાસે મોડી રાત્રે થયેલ બબાલમાં ચાર જેટલા શખ્સોએ છરી વડે હુમલો કરતા એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાની માહિતીથી ખળભળાટ મચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતા અહેવાલ અનુસાર ગાડી ઓવરટેક જેવી નજીવી બાબતમાં બોલાચાલી થયા બાદ જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ ગીગાભાઈ ભેળવાળા પાસે સબ્બીરભાઈ લાલપરીયા નામના વ્યક્તિ સાથે ચાર જેટલા શખ્સોએ માથાકૂટ કર્યા બાદ ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. દરમ્યાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સબ્બીરભાઈ લાલપરીયાને તાત્કાલિક અસરથી સારવાર અર્થે જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 


એકલતાનો લાભ લઈ કપલ બિભસ્ત ક્રીડામાં મશગુલ બન્યું, પણ ત્રીજી આંખ ભૂલી ગયા અને ખૂલી ગયું રાજ


આ બાબલ સર્જાતા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI એન.વી.હરિયાણી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવની જાણ થતા કોર્પોરેટર અસલમભાઈ ખિલજી તેમજ સુન્ની મુસ્લિમ મેમણ જમાત પ્રમુખ રાજુભાઈ સૂરીવાળા તેમજ મેમણ સમાજ અને પટણી સમાજના લોકો મોટી સંખ્યામાં લોકો જી.જી. હોસ્પીટલ આવી ગયા હતા. 


જામનગરમાં એકલતાનો લાભ લઈ કપલ કરી રહ્યું હતું બિભસ્ત ક્રીડા, પણ ત્રીજી આંખ ભૂલી ગયા અને ખૂલી ગયું રાજ


જી.જી. હોસ્પિટલના ICU વિભાગમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત યુવક શબ્બીરભાઈ લાલપરિયાનું ટુંકી સારવાર બાદ મોત નિપજયું હતું. જેના પગલે સમગ્ર ઘટના હત્યામાં પલટાઈ હતી. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ હાથ ધરી હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube