ચેતન પટેલ/સુરત: શહેરના મહિધરપુરા જડાખાડી વિસ્તારમા આવેલી એક ડાયમંડ ઓફિસમાં મુંગા હોવાનું કહી ભીખ માંગવા આવેલો યુવાન નજર ચુકવી રૂપિયા 40 લાખથી વધુના હીરાનુ પડીકુ લઇ ભાગી છુટયો હતો. બનાવની જાણ થતા જ મહિધરપુરા પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના મહિધરપુરા જડાખાડી વિસ્તારમા ડાયંમડ વિલેજ નામથી હીરાની ઓફિસ આવેલી છે. આજે બપોરના સમયે ઓફિસમા માલિક પિન્કેશ શાહ તથા અન્ય તેમનો મિત્ર હાજર હતો. દરમિયાન એક અજાણ્યો યુવાન તેમની ઓફિસમા આવ્યો હતો. જેને પોતે મુંગો હોવાનુ કહી પિન્કેશભાઇ પાસેથી ભીખ માંગી હતી. જેથી પીન્કેશભાઇએ તેને કેશ કાઉન્ટરમાથી રોકડ લઇને યુવાનને આપી હતી.


સુરત: કચરામાંથી મળ્યા 10 લાખ, પરત કર્યા તો મળ્યું મોટું ઇનામ


જો કે બાદમાં આ યુવાને તેમને પોતાનુ નામ કાગળમા લખવા જણાવ્યુ હતુ. દરમિયાન આ યુવાને પિન્કેશ અને તેના મિત્રની નજર ચુકલીને ટેબલ પર મુકેલા રૂપિયા 40 લાખના હીરાની ચોરી કરી ભાગી છુટયો હતો. બાદમાં ચોરી થયા અંગેની જાણ થતા જ પિન્કેશના પગ તળિયેથી જમીન સરકી પડી હતી.


 



ચોરી થયાની જાણ થતા તાત્કાલિક આ અંગે મહિધરપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસને ચોરી થયા અંગેની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસ શરૂ કરી હતી. પોલીસની વિવિધ ટીમો દ્વારા રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશન પર આ યુવાનની શોધખોળ શરૂ કરી હતી.