ઝી બ્યુરો/કચ્છ: માંડવીના ગોધરા ગામે યુવતીને તલવાર અને ગુપ્તી ઘા ઝીંકી હત્યા કરી દેવાની ઘટનાએ ભારે ચકચાર મચી જવા પામી હતી. યુવતી વહેલી સવારે નોકરીએ જતી હતી તે દરમિયાન તલવારના ધામારી હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. ગવરી ગરવાની હત્યા તેનાજ પ્રેમી સાગર સંધારએ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતનુ વાતાવરણ ફરી બનશે તોફાની! અંબાલાલ કરતાં ખતરનાક આગાહી


માંડવીના ગોધરા ગામે યુવતીની હત્યાની ઘટના પગલે ચકચાર મચીજવા પામી હતી. મરણ જનાર 32 વર્ષીય ગવરી ગરવા નામની યુવતી નિત્યક્રમ મુજબ નોકરી માટે ઘરેથી નીકળી બસસ્ટેન્ડ જઈ રહી હતી. યુવતી તુંબડી આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત નોકરી કરતી હતી. ગવરી નોકરી માટે ઘરે થોડે દુર પહોંચી ત્યારે આરોપીએ તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકી હત્યા કરી આરોપી સાગર ફરાર થઇ ગયો હતો.


ધનના દાતા શુક્ર કરશે પાપી ગ્રહના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિને થશે અણધાર્યો ધનલાભ


યુવતીની હત્યાના બનાવ પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી હતા. પોલીસે યુવતીની લાશને પીએમ માટે મોકલી હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. યુવતીની હત્યા એક તરફી પ્રેમમાં થઈ હોવાનું ખુલ્યું છે. આરોપી સાગર યુવતીને પ્રેમ કરતો હતો અને લગ્ન કરવા માંગતો હતો. થોડા દિવસથી યુવતીએ વાત કરવાનું બંધ કરી દેતા અને અન્ય યુવક સાથે મિત્રતા કેળવી હોવાની જાણ સાગરને થતા હત્યાને અંજામ આપ્યો. સાગરે ગવારીની હત્યા કરી પોતે ઝેરી દવા પિયને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


હજુ પણ લોકોની પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, ખુબ RBI એ જણાવી સંખ્યા


હાલ આરોપી સાગર સંધાર માંડવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જેને પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીની ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. રિમાન્ડ દરમિયાન વધુ વિગતો બહાર આવશે. 


દૈનિક રાશિફળ 2 જાન્યુઆરી: આજે કોઇપણ નવા કાર્યને શરૂ કરવા માટે સમય અનુકૂળ